ચુડાસમાની અધ્યક્ષતામાં ભાવનગર શહેર તથા ગ્રામ્યના રસ્તાઓ અંગેની સમીક્ષા બેઠક યોજાઇ

577

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સુચના અનુસાર ભાવનગર શહેરના સરકીટ હાઉસ ખાતે મંત્રી શ્રીભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં ભાવનગર શહેર તથા ગ્રામ્યના રસ્તાઓ અંગે સંબંધિત અધિકારીશ્રીઓ સાથેની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં મંત્રીએ જિલ્લાના રસ્તાઓના કામો સત્વરે પૂર્ણ કરવા, ચોમાસાના કારણે નુકશાન પામેલ રસ્તાઓનું સમારકામ હાથ ધરવા, પેચવર્કમાં પહેલા અને પછી ફોટોગ્રાફી કરવી, સમયમર્યાદામાં રસ્તા રીપેરીંગ કરવા, કામ ચાલુ હોય તે સાઇટનું સતત નિરીક્ષણ કરવું તેમજ કોઈ કોન્ટ્રાક્ટર ગેરરીતિ ન કરે તે જોવા તાકીદ કરી હતી અને જો કોઈ મુશ્કેલી જણાય તો સરકારમાં રજૂઆત કરવા જણાવ્યું હતું. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર અને તંત્ર હાલ ખૂબ સક્રિય છે જેની સમાજમાં પણ હકારાત્મક નોંધ લેવાઈ રહી છે લોકોનો આ વિશ્વાસ બરકરાર રાખવા તમામ ક્ષતિઓ દૂર કરી અવિશ્વસનીય કામગીરી કરવી પડશે અને તેની સકારાત્મક અનુભૂતિ સમગ્ર જિલ્લાના લોકોને થવી જોઈએ.

આ બેઠકમા મહુવાના ધારાસભ્ય આર.સી.મકવાણા, ભાવનગર મહાનગરપાલિકાના મેયર મનહરભાઇ મોરી, જિલ્લા પંચાયતના પ્રમુખ વકતુબેન મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, બાંધકામ સમિતીના ચેરમેન ગૌતમ બારૈયા, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, મહાનગર પાલિકાના કમિશનર એમ.એ.ગાંધી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલ, પ્રાદેશિક નગરપાલિકા કમિશનર યોગેશ નીરગુડે, નિવાસી અધીક કલેક્ટર ઉમેશ વ્યાસ, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ,પંચાયત તથા નેશનલ હાઇવે ઓથોરીટીના કાર્યપાલક ઇજનેરઓ તેમજ નાયબ કાર્યપાલક ઇજનેરઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleશનિવારી અમાસના દિવસે પિતૃદોષ તથા પનોતીનું નિવારણ
Next articleપીથલપુરમાં જ્ઞાનમંદિર શૈક્ષણિક સંકુલમાં વિવિધ સ્પર્ધા યોજાઈ