કિયારા સૌથી વ્યસ્ત પૈકીની સ્ટાર છે : ૪ ફિલ્મો હાથમાં

437

શાહિદ કપુરની સાથે ફિલ્મ કબીર સિંહમાં કામ કર્યા બાદ અને આ ફિલ્મ સૌથી જંગી કમાણી કરી લેવામાં સફળ રહ્યા બાદ કિયારા અડવાણીની બોલબાલા બોલિવુડમાં હાલમાં સૌથી વધારે છે. તેની પાસે હાલમાં ચાર ફિલ્મો હાથમાં રહેલી છે. જેમાં ગુડ ન્યુઝ, લક્ષ્મી બોમ્બ, શેરશાહ અને ઇન્દુ કી જવાનીનો સમાવેશ થાય છે. તેની તમામ ફિલ્મો સુપરહિટ સાબિત થઇ શકે છે. કારણ કે તમામ ફિલ્મો મોટા બેનરની અને મોટા સ્ટારની રહેલી છે.  કિયારા કરિના કપુરથી ભારે પ્રભાવિત રહી છે. કરીના ભલે ફિલ્મોથી હવે દુર થઇ ચુકી છે પરંતુ તેના ચાહકો હજુ રહેલા છે. નવી અભિનેત્રીઓ પણ તેનાથી પ્રેરિત રહી છે. કરીના કપુર હાલમાં ઓછી ફિલ્મો કરી રહી હોવા છતાં તેની લોકપ્રિયતા અકબંધ રહી છે. હાલમાં પણ તે લાઇમ લાઇટમાં રહે છે. તેની ફેન ફોલોઇંગ પણ દિન પ્રતિદિન વધી રહી છે. હવે તેની ફેનની યાદીમાં વધુ એક અભિનેત્રી આવી ગઇ છે. જેમાં કિયારા અડવાણીનો સમાવેશ થાય છે. કિયારા અડવાણીને બોલિવુડમાં વધારે સમય થયો નથી પરંતુ તેની બોલબાલા ચાહકોમાં જોવા મળે છે. મળેલી માહિતી મુજબ તે ગુડ ન્યુજ નામની ફિલ્મમાં કરિના કપુરની સાથે નજરે પડનાર છે. ખાસ બાબત એ છે કે ફિલ્મમાં કિયારાને હવે દિલજીત અને અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર સાથે કામ કરવાની પણ તક મળી રહી છે. જો કે તે આના કરતા કરીના કપુર સાથે સ્ક્રીન શેયર કરવાને લઇને આશાવાદી છે. તે કરીના પ્રત્યે ક્રશ ધરાવે છે. મતલબ એ છે કે કિયારા કરીના કપુરને પોતાની પસંદગીની અભિનેત્રી તરીકે ગણે છે. કિયારા કરીના કપુરની કેટલી કિયારા અડવાણી માને છે ે બોલિવુડમાં તેની પાસે આગળ વધવા માટે અનેક અવકાશ છે.

Previous articleકિલ બિલની હિન્દી રીમેકમાં શાહરૂખ ખાન હશે
Next articleલતા મંગેશ્કરના જન્મ દિવસે ચાહકોએ આપેલી શુભેચ્છા