લતા મંગેશ્કરના જન્મ દિવસે ચાહકોએ આપેલી શુભેચ્છા

489

જાણીતી ગાયિકા લતા મંગેશ્કરના જન્મ દિવસે દેશભરના ચાહકોએ તેમને શુભેચ્છા આપી છે. ૯૦માં જન્મદિવસની ઉજવણી લતા મંગેશ્કર આજે કરી રહ્યા છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સૌથી મહાન ગાઇકો પૈકીની એક તરીકે લતા મંગેશ્કરને ગણવામાં આવે છે. સાત દશક સુધી પોતાના અવાજનો જાદુ ચલાવ્યા બાદ આજે પણ લતા મંગેશ્કર ગીતો ગાય છે. લતાનો આવાજ આજે પણ અગાઉ જેવો જ છે. તેના લાંબી સફળ કારકીર્દી દરમિયાન લતાને પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.

લતા મંગેશ્કરને શુભેચ્છા આપતાં ઘણા ગાયકોએ કહ્યું છે કે તેમના આવાજ સુધી પહોંચવાની બાબત અશક્ય છે. લતા મંગેશ્કર સંગીતની દુનિયામાં દેવી સમાન છે. આવનાર પેઢી માટે પણ લતા મંગેશ્કર એક પ્રેરણા સમાન રહેશે. ૧૯૪૩માં લતા મંગેશ્કરે માત્ર ૧૩ વર્ષની વયે પોતાની કેરિયર શરૂ કરી હતી. મરાઠી ફિલ્મ માટે ગીત ગાઈને લતાએ પોતાની કેરિયર શરૂ કરી હતી. લતા મંગેશ્કરને ભારતના સૌથી મહાન ગાઇકો પૈકીની એક તરીકે ગણવામાં આવે છે. ૩૬ ભાષામા ફિલ્મોમાં લતા પોતાના ગીત ગાઈ ચૂકી છે.ક્લાસીકલથી લઈને રોમેન્ટીક અને ગજલથી લઈને ભજન સુધીના તમામ પ્રકારના ગીતો લતા મંગેશ્કરે સફળ રીતે ગાઈને ચાહકોને રોમાંચિત કર્યા છે. લતાના મામલામાં નવી પેઢીના ગાયક શાને કહ્યું છે કે લતા તમામ લોકો માટે પ્રેરણાસમાન છે. તેમના અંગે શબ્દોમાં વાત કરવી અપૂરતી છે.

આજા રે પરદેશી, કહી દિપ જલે કહી દિલ, બિતીના બિતાએ રૈના, તેરે બિના જિંદગી સે, નૈનો મેં બદરા છાયે, ચલતે ચલતે અને યારા સીલી સીલી જેવા જુદા જુદા અંદાજના યાદગાર ગીત ચાહકોના દિલો દિમાગ ઉપર હજુ પણ છવાયેલા છે. લતા ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોંધાવી ચૂકી છે. વિશ્વમાં સૌથી વધુ રેકોર્ડીંગ માટે તે ગિનીસ બુકમાં એન્ટ્રી કરી ચૂક્યા છે. ભારતીય સંગીતની દુનિયામાં સૌથી સન્માનિત ગાયકો પૈકી એક તરીકે લતાને ગણવામાં આવે છે. લતાને જુદા જુદા એવોર્ડ મળી ચુક્યા છે. ભારતના સૌથી મોટા નાગરિક સન્માન તેમને આપીને સન્માનિત કરવામાં આવી હતી. ભારત રત્નથી તેમને સન્માનિત કરવામાં આવી ચુક્યા છે. દશકોથી તેમના જાદુને ફિલ્મી ચાહકો અનુભવ કરી રહ્યા છે. લતા તેમના જન્મદિવસે ભારે ખુશ દેખાઇ રહી છે. ચાહકો આજે પણ તેમના સંગીતને લઇને રોમાંચિત અનુભવ કરે છે. લતાના પરિવારમાં તમામ શ્રેષ્ઠ ગાયિકા પૈકીની છે. તેમની બહેન આશા  પણ મહાન ગાયિકામાં સામેલ છે. આ ઉપરાંત ઉશા મંગેશ્કર પણ ટોપની ગાયિકા તરીકે રહી છે. ભારતીય સિનેમામાં લતા, આશા અને ઉશાના યોગદાનને કોઇ પણ ચાહક ભુલી શકે નહી.

લતાથી પ્રેરણા લઇને યુવા પેઢી આગળ વધવા માંગે છે. કોઇ પણ ગાયિક અથવા તો ગાયિકાના ફેવરીટ ગાયક અને ગાયિક અંગે પુછવામાં આવે તો લતાનુ નામ ચોક્કસપણે લેશે. સાથે સાથે લતા સાથે ગીત ગાવાનુ સ્વપ્ન પણ તમામ ગાયક હજુ ધરાવે છે.

Previous articleકિયારા સૌથી વ્યસ્ત પૈકીની સ્ટાર છે : ૪ ફિલ્મો હાથમાં
Next articleટીમ ઇન્ડિયાનો દેખાવ હાલ ઘરઆંગણે ખુબ શાનદાર છે