થાઈલેન્ડની લાડીને માણસાનો વર : ગાયત્રી મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે થાઇલેન્ડની યુવતી સાથે લગ્ન

0
349
gandhi1232018-1.jpg

માણસા તાલુકાનાં પારસા ગામનાં યુવાને માણસાનાં ગાયત્રી મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે થાઇલેન્ડની યુવતી સાથે લગ્ન કરીને પ્રભુતામાં પગલા માંડ્‌યા હતા. માણસા પંથકમાં આ લગ્ન ચર્ચાની એરણે ચડ્‌યા છે. યુવાન થાઇલેન્ડમાં ટુર-ટ્રાવેલ્સનો વ્યવસાય કરતી યુવતીનાં સંપર્કમાં આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમ થયો હતો અને લગ્નમાં પરિણમ્યો હતો. બંનેનાં પરીવારજનોની હાજરીમાં આ લગ્ન યોજાયા હતા.
માણસા તાલુકાનાં પારસા ગામનો યુવાન પ્રવિણકુમાર દશરથભાઇ પ્રજાપતિ અમદાવાદ માં શ્રીધર ટ્રાવેલ્સનાં નામથી એશિયન દેશોનાં પ્રવાસનું કામ કરે છે અને ઓફિસ ધરાવે છે. જેના કારણે પ્રવિણને જુદા જુદા દેશો આવવા જવાનું થાય છે. પ્રવિણને થાઇલેન્ડનાં વ્યવસાયિક પ્રવાસ દરમિયાન તેમની સાથે સંકળાયેલી વ્યવસાયિક કંપની મુલાકાતમાં સિરીદીફા ટ્રાવેલ્સની મેને. ડીરેક્ટર સીરીદીફા નામની યુવતી સાથે મુલાકાત થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here