બ્રહ્માકુમારીઝની ગાંધીનગર રાજયોગ ગીતાપાઠશાળાએ ઉજવ્યો નવમો વાર્ષિકોત્સવ

0
515
gandhi1232018-4.jpg

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં સેકટર-૨ સી ખાતે કાર્યરત બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રની પ્લોટ નં.૭૦૬, સેક્ટર-૬/બી, ગાંધીનગર રાજયોગ ગીતા પાઠશાળાનો નવમો વાર્ષિકોત્સવ ભવ્ય રીતે ઉજવાઇ ગયો.
સરાદાર સરોવર નર્મદા નિગમ લી. વદોદરાથી સુપ્રિન્ટેન્ડેન્ટ એન્જીનીયર તરીકે નિવૃત્ત પામેલ કાંતિભાઇ પી.પટેલ અને તેમ્ના યુગલ ભાવનાબેન દ્વારા ખૂબ જ પ્રેમ, આદર અને ઇશ્વરીય પાલનાથી ઉછેરવામાં આવેલ રાજયોગ ગીતાપાઠશાળાના નવમા વાર્ષિકોત્સવ પ્રસંગે એક સુંદર  આધ્યાત્મિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ.
જેમાં બ્રહ્માકુમારીઝ સેકટર-૨૮ના સંચાલિકા  આદરણીય કૈલાશ દીદીજી દ્વારા ભારતની પાવન ભૂમી પર પુનઃ સ્વર્ગ બનાવવા કરેલ દિવ્યા અવતરણની યાદગાર રૂપે શિવ ધ્વજારોહણ કરવામાં આવેલ. અને ઉપસ્થિત ૨૦૦ જેટલાં બ્રહ્મા મુખવંશાવલી બ્રહ્માકુમાર અને બ્રહ્માકુમારીઓ દ્વારા ઝંડાને સલામી આપી શ્રીમતની સ્મૃતિ યાદ કરાવેલ. પરમાત્મા ની યાદ સાથે શરૂ કરેલ સ્નેહમિલનમાં પુષ્પો, શબ્દો અને નૃત્ય અને ગીતો દ્વારા આમંત્રિતોનું સ્વાગત અભિવાદન કરવામાં આવેલ. 
બી.કે. ભાવનાબેને સ્વાગત પ્રવચનમાં આ રાજયોગ ગીતાપાઠશાળાના નવ વર્ષના ઇતિહાસની યાદ તાજી કરાવેલ. આ શુભ પ્રસંગે  કેન્ડલ લાઇટીંગ અને કેકે કટીંગ  કરી માહોલની ખુશનુમા બનાવવામાં આવેલ. 
આ પ્રસંગે નાની નાની બાળાઓ એ ખૂબ જ સરસ નૃત્યો, ગીતો અને કાલી કાલે ભાષામાં પણ દિલ ને સ્પર્શ કરી જાય તેવા અવનવા કાર્યક્રમો રજુ કરેલ. કૈલાશ દીદીએ સૌને દિલાના આશીર્વાદ અને પરમાત્મ શક્તિ સભર દુઃઆથી માલામાલ કરેલ. પાઠશાળાની પ્રગતિનીના ભારો ભાર વખાણ કરેલ. 
અંતે કાંતિભાઈ પટેલ દ્વારા કરન કરાવનહાર પરમપિતા શિવબાબા અને સૌનો આભાર માનવામાં આવેલ. પ્રોગ્રામની સામાપ્તિ દેવતાઓને પણ દુર્લભ તેવા બ્રહ્માભોજનથી થયેલ. સૌ ખૂબ પ્રમથી બ્રહ્માભોજન સ્વીકાર કરેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here