નવરાત્રીના પહેલા નોરતે મંદિરોમાં ભાવિકોની ભીડ

533

આદ્યશક્તિમાં જગદંબાની આરાધના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે. નવરાત્રી પર્વને અનુલક્ષીનેશ હેરના માતાજીના મંદિરે ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતાં.  ઓસો માસના શારદીય નવરાત્રી પર્વનો આજથી પ્રારંભ થયો છે. શહેરના વડવાળ મોગ અંબાજી મંદિર, મહાલક્ષ્મી માતાજી મંદિર, બહુચરાજી મંદિર સહિતના માતાજીના મંદિર માટે ભાવિકો ઉમટી પડ્યા હતાં. ભાવનગર ઉપરાંત જિલ્લામાં આવેલ માતાજીના મંદિરે પણ ભાવિકોની ભીડ જોવા મળી હતી. નવરાત્રી પર્વ દરમ્યાન માતાજીના મંદિરે વિવિધ સ્વરૂપના શણગાર દર્શન આરતી, આઠમનો હવન સહિતના ધાર્મિક કાર્યક્રમમાં ભાવિકો શ્રધ્ધાભેર ભાગ લેશે. નવરાત્રી પર્વની ઉજવણી માટે ભાઈ ભક્તોમાં ઉત્ત્સાહ જોવા મળી રહ્યો છે. તો હાઈવે પર પદયાત્રાીકો અને વાહનોની કતારો જોવા મળી રહી છે. હજારો યાત્રીકો માતાજીના દર્શન કરવા પહોંચી રહ્યા છે. બીજીબાજુ પદયાત્રીકો અને વાહનોમાં આવેલા લોકોથી પણ માર્ગ્‌ પર ધમધમી ઉઠ્યા હતાં. અને સિહોર પોલીસ દ્વારા આજે સવારથી જ ચુસ્ત બંદોબસ્ત રખાયો છે.

Previous articleકોંગ્રેસ દ્વારા બોરતળાવના નવાનીરના વિધામણા કરાયા
Next articleબોરતળાવ છલક સપાટીએ નિહાળવા સહેલાણીઓ ઉમટી પડ્યા