એલસીબીનાં નામે તોડ કરતી ૨ મહિલા ૩ પુરૂષ પકડાયા

825
gandhi1232018-2.jpg

ગાંધીનગરનાં દહેગામ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ૨ મહિલા તથા ૩ પુરૂષોએ સ્વીફ્‌ટ કારમાં આવીને ગાંધીનગર એલસીબીનાં નામે કેસ કરવાની ધમકી આપીને તોડ કરવાની પ્રવૃતિ આચરી હતી. કડાદરા ગામે એક નિર્દોષ નાગરીક સામે દારૂનો કેસ કરવાની ધમકી આપી પૈસા પડાવતા સ્થાનિક પોલીસને અરજી આપી હતી. જેના આધારે વોચ ગોઠવીને પોલીસે આ ટોળકીને ઝડપી લીધી હતી.
રખીયાલ પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર કડાદરા રહેતા ભીખુસિંહ બાબુસિંહ ઝાલાનાં ઘરે ગત તા ૪થીનાં રોજ ૨ મહિલા તથા ૩ પુરૂષો કારમાં આવી પોતાની ઓળખ ગાંધીનગર એલસીબીનાં સ્ટાફ તરીકે આપીને તમે દારૂનો ધંધો કરો છો કેસ કરવા આવ્યા છીએ કહીને ધમકાવ્યા હતા. ભીખુસિંહ સામાન્ય ખેડુતો હોવાથી જણાવી દીધુ હતુ કે કેસ તો થશે. ભીખુસિંહનું નામ, સરનામુ જેવી વિગતો કાગળમાં ટાંકવા લાગ્યા હતા.
ભીખુસિંહ ગભરાઇ ગયા હતા કે આ લોકો ખોટો કેસ કરશે તો પણ સમાજમાં આબરૂ જશે. આ શખ્સોને વિનંતી કરતા રૂ.૨૫ હજાર માંગ્યા હતા. ભીખુસિંહે ૫ હજાર આપ્યા હતા અને આ લોકો તા ૧૦મીનાં રોજ બીજા પૈસા લઇ જવાનું કહીને નિકળી ગયા હતા.
ભીખુસિંહે રખીયાલ પોલીસને અરજી આપતા પોલીસે વોચ ગોઠવીને કિર્તીબેન હીતેષભાઇ રાઠોડ(રહે શ્રીનંદ ફ્‌લેટ, મણીનગર, અમદાવાદ), મમતા ગૌરીશંકર ધોળકીયા (રહે સિધ્ધેશ્વર પાર્ક, ઘોડાસર અમદાવાદ), મનીષ ભીખા લખતરીયા (રહે શ્રીજી પાર્ક સોસાયટી, વસ્ત્રાલ અમદાવાદ), યોગીરાજસિંહ જશવંતસિંહ સરવૈયા (રહે બ્લ્યુ આઇરેસ એપાર્ટમેન્ટ, વસ્ત્રાલ, અમદાવાદ) તથા રાજેન્દ્રસિહ વિહતસિંહ ચૌહાણ (રહે હરસોલી, તા દહેગામ, ગાંધીનગર)ને તોડનાં બાકીનાં રૂ.૧૦ હજાર લેવા આવતા ઝડપી લીધા હતા અને ભીખુસિંહની ફરીયાદ લીધી હતી. 
ભીખુસિંહનાં નોંધાવ્યાનુંસાર આ શખ્સોએ દહેગામનાં ગલેવાનાં જવાનસિંહ, થડાકુવાનાં સજનબેન તથા ભરતજી, મૌસમપુરામાંથી પણ બે શખ્સો પાસેથી ધમકી આપીને પૈસા પડાવ્યા હોવાનું નોંધાવ્યુ છે.

Previous articleગાંધીનગર એનઆઈડી ખાતે વિવિધ સુવિધાઓનું કેન્દ્રિય મંત્રીના હસ્તે ઉદઘાટન
Next articleમાણસા ખાતે પોલિયાના ટીંપા પીવડાવી રસીકરણ અભિયાનનો નિતીનભાઇ પટેલે પ્રારંભ કરાવ્યો