ભાવ. સ્વ. નિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કાળી પટ્ટી ધારણ આવેદન પાઠવ્યું

436

ભાવનગર શહેર જિલ્લા સહિત રાજ્યભરની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન બનતી અઘટિત ઘટનાઓ સામે યોગ્ય પગલા લેવાની માંગ સાથે ભાવનગર સ્વ. નિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આજે કાળી પટ્ટી ધારણ કરી જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પત્ર આપ્યુ હતું.

તાજેતરમાં સુરતની આશાદિપ સ્કુલમાં શિક્ષક સામે બનેલ અમાનવિય ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જે સંદર્ભે ભાવનગર જિલ્લા સ્વ.નિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આજે કાળી પટ્ટી ધારણ કરી જિલ્લા શિક્ષણધિકારીને આવેદન પત્ર પાઠવ્યુ હતું. અને જણાવ્યું હતું કે વિદ્યાર્થીને પોતાના ભવિષ્ય અને ઉજ્જવળ કારકિર્દી માટે શિક્ષક ઠપકો આપતા હોય છે. પરંતુ અમુક સંગઠનો અને વાલીઓ દ્વારા તેમજ ચોક્કસ શખ્સો દ્વારા આવી બાબતોને ઈસ્યુ બનાવાતો હોય છે. અને શૈક્ષણિક સંસ્થાઓને બદનામ કરાતી હોય છે ત્યારે આવી ઘટના ફરીથી ન બને અને તેની સામે યોગ્ય પગલા લેવા માંગ કરી હતી.

જો કે સુરતની આ ઘટનામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મરાતો હોય તેવો સોશ્યિલ મિડીયામાં વિડિયો વાયરલ થયેલો અને ચકચાર મચી જવા પામેલી ત્યારે શિક્ષકો પોતાના ઉપર વિતે ત્યારે એક થઈ આવેદન પત્ર આપતા હોવાની પણ ચર્ચાઓ થઈ રહી હતી.

Previous articleદક્ષ પ્રજાપતિ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
Next articleમહાપાલિકા સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળી  રૂા.રપ.ર૦ કરોડનાં વિકાસના કામોને મંજુરી