અંબિકા પ્રા. શાળને કોર્પોરેટર કાંતાબેન તરફથી મળેલ વોટરકુલર

463

આજરોજ તા.૫-૧૦-૧૯ ના અંબિકા પ્રાથમિક શાળા નં.-૭ માં ક.પરા વોર્ડના કોર્પોરેટર કાંતાબેન મકવાણા એ પોતાની ગ્રાન્ટમાંથી રૂ.૫૦૦૦૦ નું વોટર કુલર શાળાના બાળકોની સુવિધા માટે આપેલ. તેને ન.પ્રા.શિ.સમિતિના ચેરમેન નીલેશભાઈ રાવલ,સમિતિના સભ્ય નરેશભાઈ મકવાણા અને કોર્પોરેટર  કાંતાબેન મકવાણા ની ઉપસ્થિતિમાં શાળાને અર્પણ કરવામાં આવ્યું.શાળાના બાળકોને ઠંડા પાણીની સુવિધા મળશે.સેવક ગ્રુપ કણબીવાડ તરફથી ૬ પાણીના જગ આપવામાં આવેલ.શાળા પરિવાર તરફથી કોર્પોરેટર કાંતાબેન મકવાણા, સેવક ગ્રુપ કણબીવાડ અને મુકેશભાઈ(લક્ષ્મી ખમણ) નું શાલ દ્વારા સન્માન કરવામાં આવેલ.

કોર્પોરેટર દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી શાળાને સુવિધા માટેના આ સુંદર પ્રયત્ન બદલ ચેરમેન નીલેશભાઈ રાવલ એ ખુબ ખુબ આભાર માનેલ.અને ભવિષ્યમાં શાળાને જરૂરી સુવિધા માટે આ પ્રકારનો સહયોગ મળતો રહેશે તેવી આશા રાખી.

સમિતિના સભ્ય નરેશભાઈ  મકવાણા એ પણ આ તકે કાંતાબેન નો આભાર માન્યો હતો અને પ્લાસ્ટિક મુક્ત અભિયાનની વાત કરી હતી.વિપુલભાઈ(સેવક ગ્રુપ) દ્વારા ચિત્ર પોસ્ટર ની મદદથી પ્લાસ્ટિક ના કારણે ગાય અને અન્ય પશુ-પક્ષીને થતા નુકસાન અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન ની સરસ વાતો કરવામા આવી હતી.

શાળાના આચાય ભરતભાઈ ભટ્ટ એ સમગ્ર શાળા પરિવાર વતી કોર્પોરેટર અને ઉપસ્થિત મહેમાનો નો અભાર વ્યક્ત કર્યો હતો અને શાળા પરિવારના સહયોગથી આ કાર્યક્રમ સફળ રીતે સંપન હતો. .

Previous articleદામનગરમાં મેલડી માતાજીના મંદિર ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન
Next articleપ્રાથમિક શૈક્ષિક મહાસંઘ- ભાવ.શહેરની મળેલી બેઠકમાં કારોબારીની ઘોષણા