પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ- ભાવ.શહેરની મળેલી બેઠકમાં કારોબારીની ઘોષણા

448

તા. ૪ના રોજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની બેઠકનું આયોજન કરવામાં આવેલ. જેમાં આગામી બે વૃષ માટે કારોબારીનીર ચના કરવામાં આવેલ. આ કારોબારીમાં માર્ગદર્શન આપવા માટે ગુજરાત શૈક્ષિક મહાસંઘના સંગઠન મંત્રી ભાવિનભાઈ ભટ્ટ ઉપસ્થિત રહેલ.

નવનિયુકત કારોબારીમાં અધ્યક્ષ મહેશભાઈ મોરી, મંત્રી ડો. હરેશ રાજયગુરૂ, ઉપાધ્યક્ષ મુકેશભાઈ પનોત, પ્રદ્યુમનસિંહ સરવૈયા, સંગઠ મંત્રી-પ્રવિણભાઈ ચુડાસમા, સહમંત્રી બહાદુરસિંહ પરમાર, સવજીભાઈ પરમાર, પ્રચાર મંત્રી ભરતભાઈ ભટ્ટ, કોષાધ્યક્ષ નીરવભાઈ મહેતા, કાર્યાલય મંત્રી ડો. રણજીતસિંહ ચૌહાણ, મહિલા મંત્રી ડો. સોનલબેન ઉંડવિયા, તૃપ્તિબેન  ચુડાસમાની નિમણુંક કરવામાં આવી. સાથે સહ સંગઠનમંત્રી અને કારોબારીમાં રાજેન્દ્રસિંહ પરમાર, અમરૂભાઈ જેબલિયા, ડાયાલાલ મારૂં, કરશનભાઈ શયાળ, ગૌરવભાઈ ગોહેલ, શંકરભાઈ વેગડ, રામદેવભાઈ રાઠોડ, ઈદ્રીશભાઈ કુરેશી, અશોકભાઈ કાલાણી, સંજયભાઈ પરમાર, ભુપતભાઈ જાંબુચાની નિમણુંક કરવામાં આવેલ.

પ્રાથમિક શૈક્ષિક મહાસ્ંઘ-ભાવનગર શહેર દ્વારા ન.પ્રા. શિક્ષણ સમિતિના શિક્ષકોના જરૂરી પ્રશ્નો અંગે યોગ્ય સમયે રજુઆત કરવામાં આવે છે. તમામ શિક્ષક ભાઈઓ-બહેનોના પ્રશ્નો માટે કારોબારી દ્વારા જરૂરી તમામ પ્રયત્નો કરવામાં આવશે. સાથે શિક્ષણ અંગે ચિંતન બેઠકો અને કાર્યક્રમનું આયોજન પણ આવનાર દિવસોમાં કરવામાં આવશે.

 

Previous articleઅંબિકા પ્રા. શાળને કોર્પોરેટર કાંતાબેન તરફથી મળેલ વોટરકુલર
Next articleઅંબિકા પ્રા.શાળામાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું