કહી ખુશી કહી ગમ

0
515

તાળીઓના ભારે ગડગડાટ વચ્ચે અંધ ઉદ્યોગ શાળાના કલાકારો એક પછી એક ક?તિ પ્રસ્તુત કરી રહ્યા હતા. પ્રજ્ઞાલોકના પ્રત્યેક કલાકાર આજે કલાવૈભવનો ખજાનો છુટો મુકી વહેંચવા આવ્યા હતા. અમારા કીર્તિભાઈ શાહની યુવા ટીમના મિત્રો આવનાર મહેમાનોની સરભરા કરવામાં કોઈ કસર છોડવા માગતા ન હતા.

નૃત્ય, નાટક, સંગીત અને યોગા ડાંસ જેવી નવતર કલાના અભિનયના અજવાળા પાથરી પ્રજ્ઞાલોકની કલા ટિમ આજે ભાતીગળ કલા-કૃતિઓ પ્રસ્તુત કરી સૌ કોઈને અભિભૂત કરી રહી હતી.

સંગીતની સૂરાવલીથી આરંભ થયેલો કાર્યક્રમ તેના મધ્યાહને પહોંચતા શાળાની માહીતી આપતી ડોક્યૂમેંટ્રી ફીલ્મ સભા સમક્ષ રજુ કરી શાળાની પ્રવ?ત્તિઓની જલક આપવામાં આવી હતી. ડોક્યૂમેંટ્રી નિહાળી દર્શકોના અચરજનો પાર રહ્યો ન હતો. શ્રી કીર્તિભાઈ શાહના શાબ્દિક સ્વાગતથી આરંભાયેલો કાર્યક્રમ તેની ચરમસીમા વટાવી દર્શકોના હ?દયના દરેક ધબકાર પર કબજો જમાવી ભારે રોમાંચ ઊભો કર્યો હતો. બાળકોની સંગીત અને અભિનયની પ્રસ્તુત થયેલ ક?તિઓએ સૌ-કોઈને ઓળઘોળ કરી અવાક્‌ કરી દીધા હતા. કાર્યક્રમના ઉદ્ઘોષક જસુભાઈ કવિએ તેમાં પ્રાણ પુર્યો હતો. તો ભાગ્યેશ વારા તેમજ અમારા સુભાષભાઈ શાહના નિમંત્રણને માન આપી ખાસ ચોટીલાથી પધારેલા લોક-સાહીત્યકાર હીતેશભાઈ રાવળે કાર્યક્રમને જીવંત બનાવી બાળકલાની રંગોળીમાં નવો રંગ પુર્યો હતો. એટલુ જ નહિ દાતાઓને શાળા વિકાસમાં યોગદાન આપવા અભિભૂત કર્યા હતા. શાળા વિકાસની દર્દભરી અપીલને બહોળો પ્રતિસાદ સાપડ્યો હતો. પ્રજ્ઞાલોકના કલાકારો તેમજ જસુભાઈ કવિ, ભાગ્યેશ વારા, હીતેશભાઈ રાવળ, કીર્તિભાઈ શાહ, વગેરે દ્વારા પ્રબોધન ઠાકરે નાટ્યમંદીર મુંબઈ ખાતે ચૂંટેલા શબ્દ-પુષ્પોની મહેકનો ફાયદો ઉઠાવા હું ધીમા પરંતુ મક્કમ પગલે આગળ વધી લોકોને સંબોધવા જઈ પહોંચ્યો. હોલ સુશિક્ષીત લોકોથી ખીચોખીચ ભરેલો હતો. મારે માત્ર શબ્દોની વર્ષા વડે લોકોને ભીંજવવાના હતા. વળી વીજળી અને વાદળાના ગગડાટ જસુભાઈ કવિ, શ્રી ભાગ્યેશ વારા, હીનાબેન ઠક્કર અને હીતેશભાઈ રાવળ કરી ચૂક્યા હતા. આ બધાને કીર્તિભાઈ શાહનો મોરના ટહુકા જેવો આવકાર મળ્યો હતો. તેથી દરેક જણ પોતાની શક્તિ અનુસાર દર્શકોને રીજવવા ચોમાસાના વરસાદની માફક તુટી પડ્યા હતા.

કોણ કહે છે અંધાપો છે જીવનનો અંધકાર, ખરુ પુછો તો એ તો છે જીવનનો પડકાર”

મારી ખૂબ જાણીતી પંકતિઓ ટાંકી મેં મારી વાતનો આરંભ કર્યો. “આંખ આપણી ખૂબ અગત્યની ઇન્દ્રિય જરૂર છે. પણ તેના સિવાય વ્યક્તિ જીવનમાં આગળ વધી જ ન શકે તે માન્યતા આપણી ભૂલ ભરેલી છે. સખત પરીશ્રમ કોઈ પણને આગળ લઈ જઈ શકે છે, જરૂર છે આવા પડકારરૂપ લોકોને સ્વિકારી યોગ્ય તક આપવાની. તેમના કલ્યાણ માટે કામ કરવાની. શ્રી અનમોલ ગ્રૂપે તે પુરવાર કરી બતાવ્યુ છે. તેને હું અભિનંદન પાઠવુ છું. મારા ત્રણ સપના પુરા કરવા હું છેલ્લા ઘણા વર્ષોથી મથી રહ્યો છું. ૨૦૧૮ ના વર્ષમાં વિશ્વ ફ્રેંડશિપ દિવસની ઉજવણી કરવા મુંબઈના અનમોલ ગ્રૂપના મિત્રો અમારી શાળામાં આવ્યા હતા. ત્યારે જ આ કાર્યક્રમનું બીજ રોપાય ચૂક્યુ હતુ. તે સમયે મારા સપનાની રંગોળીમાં રંગો પુરાવાની શરૂઆત થઈ હતી. આ રંગબેરંગી સપનાઓની ઝાંખી આપને કરાવવાનું મને ગમશે.

ભાવનગર કલા સંસ્ક?તિ અને શિક્ષણનું ધામ છે. તેથી અમારી શાળામાંથી ધોરણ બારની પરીક્ષા ઉતિર્ણ કરી બહાર પડતા વિદ્યાર્થીઓને ભાવનગરમાં ઉચ્ચ-શિક્ષણ મેળવાની તક મળી રહે તેવા હેતુસર શહેરમાં એક છાત્રાલય બાંધવાની જરૂર છે. કોલેજનું શિક્ષણ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓએ સામાન્ય લોકો સાથે જ લેવાનું હોય છે. પરંતુ આવા વિદ્યાર્થીઓના અસરકારક શિક્ષણ માટે સુવિધાયુક્ત છાત્રાલયની આવશ્યકતા અનિવાર્ય હોય છે. તેથી આવી છાત્રાલય શહેરમાં બાંધવાનું મારુ સપનુ છે. જમીન અને મકાન બાંધકામ માટે લગભગ ત્રણ કરોડ જેટલી રકમની જરૂર પડશે.

મારુ બીજુ સપનું બ્રેલ પ્રેસના વિકાસનું છે. બ્રેલ પ્રેસના વિકાસથી બ્રેલમાં સાહીત્યના પુસ્તકોનું નીર્માણ ગણતરીના કલાકોમાં કરી શકાશે. બ્રેલ પ્રિન્ટરની મદદથી મોટા પાયે અવનવુ સાહીત્ય બ્રેલમાં ઉપલબ્ધ બનશે. પરીણામે ભાવનગરમાં અભ્યાસક્રમ તેમજ ઇતર વાંચનના પુસ્તકોનું છાપકામ બ્રેલમાં સમયસર થઈ શકશે. જોકે રાજ્યમાં આવા અન્ય શહેરોમાં બ્રેલ પ્રેસ હયાત છે. તેમ છતાં વ્યવસ્થાના અભાવે માંગ મુજબ બ્રેલમાં પુસ્તકો સમયસર તૈયાર થઈ શકતા નથી. તે સમસ્યાને નીવારવા આ પ્રકારની સગવડ ઊભી કરવાની જરૂર છે.

મારુ ત્રીજુ સપનું શાળાને નવનીર્મિત કરવા શાળા અને છાત્રાલયના ભવનને રંગરોગાન અને રીપેરિંગનું છે. એટલેકે શાળાના ભવનને રીનોવેટ કરવાની જરૂર છે. ઘણા વર્ષો પહેલા શાળાના ભવનનું બાંધકામ થયુ હોવાથી તેના નીભાવ માટે તાકીદે રીનોવેશનનું કામ શરુ કરવુ જોઈએ. રાત-દિવસ મારા મનમાં આ બધા વિચારોનું તોફાન જાગતુ રહે છે. મારા સંવાદની સભા પર ગહેરી અસર થઈ.

સભામાં છેલ્લુ જાહેર કરેલુ સપનુ પુર્ણ થઈ શકે તેટલા લોકો વરસી પડ્યા હતા. સભામાં લોકોની દાનની સરવાણી વહેતી થઈ હતી.. ખ્યાતનામ દાતાઓએ આહુતી આપી અમારા યજ્ઞને પ્રજોલીત રાખવા, યોગદાન આપવા પોતાનો હાથ લંબાવ્યો હતો. તેને હું ઇશ્વરની ક?પા સમજુ છું. મુંબઈ શહેરને માત્ર દેશની આર્થિક રાજધાની તરીકે ઓળખવાના બદલે. હવે લોકો તેને સંવેદનાની રાજધાની તરીકે પણ યાદ કરતા ગૌરવ અનુભવશે તેમ હું માનુ છું. મારા દિલ પર મુંબઈ વાસીઓની ઉંડી છાપ પડી છે. દાતાઓની થોડી નામાવલી યાદ કર્યા વિના મન શાંત પડી શકે તેમ નથી. યાદીઃ જે.પી.પોલીમર્સ પ્રા.લી.-મુંબઈ,એલ.જી.કાકડિયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-મુંબઈ,કીરણ જેમ્સ પ્રા.લી.-મુંબઈ,શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ પ્રા.લી.-મુંબઈ,એસ્ટેટ ઓફ લેટ શ્રી રમેશ વી.મહેતા-મુંબઈ જેવા નામો મુખ્ય કહી શકાય.

“ઓ પાલનહારે” પ્રાર્થનાના શબ્દોએ લોકોના હૈયા ભીના કરી દીધા હતા. શાળાના તમામ બાળકો અને કર્મવીરોની સંયુક્ત મંચ પર થયેલી પ્રાર્થના જાણે પ્રભુએ સાંભળી લીધી હોય તેમ સભાખંડમાં બેઠેલા લોકો પોતાના અંતર પ્રદેશમાં વેદનાની વાંસળીના સૂર સાંભળી રહ્યા હતા. પ્રાર્થનાના સંવાદમાં સંવેદનાની સરીતાના નીર ભળ્યા હતા. “શ્રધ્ધા” નાટકે બધાના ભીતરમાં તોફાન મચાવ્યુ હતુ. અશ્રુઓની કતાર ગોઠવી હોત તો તે સાચા મોતીની જેમ ચમકી ઉઠી હોત. આ વાતની સભાખંડમાં બેઠેલા લોકોની આંખોમાં ઉમટતા અશ્રુ-બીંદુઓ ચાડી ખાય રહ્યા હતા. કાર્યક્રમના અંતે આખુય અનમોલ ગ્રૂપ નાચી રહ્યુ હતુ.

બીજો દિવસ પ્રજ્ઞાચક્ષુઓના જીવનનો યાદગાર દિવસ બની રહેશે. મહાવીર સ્વામિની વેદનાને જાણી જેમણે અન્યના જીવનમાં ખૂશીઓનું વાવેતર કરવા બીજની ફેક્ટરી ખોલી છે. એવા કીર્તિભાઈ શાહની અથાક મહેનતના કારણે અમને સૌને માંડવી રિસોર્ટ વિવિધ રાઈડ્‌ઝનો આનંદ ઉઠાવવાની તક મળી હતી. જેને અમો કદી ભૂલી શકીશુ નહિ. શ્રી કીર્તિભાઈ શાહ પણ અમારી સાથે હતા. તેઓ બાળકો સાથે વોટર પાર્કમાં નાહી રહ્યા હતા. તે ઘડી અમારા માટે રળીયામણી બની ગઈ હતી. શ્રી કીર્તિભાઈ શાહ બાળકોને વિવિધ રાઈડ્‌ઝનો ખ્યાલ આપી રહ્યા હતા. આ પ્રત્યેક ક્ષણ અમારા માટે સ્વર્ગથી જરાય ઉતરતી ન હતી. આવુ કાર્ય ઇશ્વરના પેગંબર સિવાય કોઈ કરી શકે નહિ. બાળકો માટે ખાણી-પીણીનો કીર્તિભાઈનો પ્રબંધ જેવો-તેવો ન હતો. અમારા સૌ કોઈ માટે “મોસાળે વીવા ને મા પીરસણે” જેવુ હતુ. બપોરના સમયે બાળકોના વ્હાલા એવા હીનાબેન ઠક્કર વિવિધ રમતોનો થાળ લઈ, બાળકોના આનંદમાં ઉમેરો કરવા આવવાના હતા. અચાનક તબીયત બગડતા હીનાબેન માંડવી રિસોર્ટ પહોંચી શક્યા નહિ. હીનાબેન ગેરહાજર હોવા છતાં સુગંધી રમતોનો થાળ માનસીબેન શાહ અને જિજ્ઞેશભાઈ મહેતા લઈ આવી પહોંચ્યા હતા. હીનાબેને પુર્વ આયોજીત રમતો આ લોકોને આપી બાળકોને રમાડવા મોકલ્યા હોય તેવા સુંદર આયોજનના દર્શન થયા. બંને મિત્રોને હું દિલથી અભિનંદન પાઠવુ છું. આ પ્રસંગે બાળ પ્રતિભા શોધ અંતર્ગત વિવિધ વિષયો પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ. જેમાં બાળકોની રજૂઆત દાદ માંગી લે તેવી હતી. દરેક બાળકોને પણ અભિનંદન આપવા ઘટે. અંતે હળવુ ભોજન લઈ. અમે સૌ લોઢાધામ રવાના થયા હતા.

ચમકતી દીવાળીના આગમન પહેલા જેમ કાળી ચૌદશની રાત્રી ભયાનક સ્વરૂપ ધારણ કરી આવી પહોંચે છે. તેમ તારીખ ૨૭ એટલેકે શુક્રવારની વહેલી સવારે લગભગ પોણા પાંચ કલાકે અમારી ખૂશીનો કચરઘાણ વાળી દેવા કીર્તિભાઈ શાહની છુપાયેલી બીમારી લોઢાધામ આવી પહોંચી હતી. વહેલી સવારના અચાનક છાતી અને હાથ પગ પર દુઃખાવાએ હુમલો કર્યો. શ્રી કીર્તિભાઈ શાહની સેવા માર્ગ પર દોડતી ગાડી અચાનક અટકી પડી. કીર્તિભાઈને પહેલા ફીનીક્ષ અને પછી તુંગા મલાડ હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા. બાળકોનો આશીર્વાદ અને ઇશ્વર ક?પાથી કીર્તિભાઈ શાહ સાજા થઈ રહ્યા છે. સોમવાર તારીખ ૩૦/૯/૨૦૧૯ ના રોજ તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. હાલ તેઓ આરામ પર છે. ઇશ્વર એક હાથે આપે અને બીજા હાથે થોડી પરીક્ષા કરવા આપણી ખૂશી જુટવી લેતો હોય છે. સરોજબેનની ધીરજને હું શીષ જુકાવી વંદન કરુ છું. હું હોસ્પિટલમાં કીર્તિભાઈની ખબર જોવા ગયો ત્યારે સરોજબેન મને હીંમત આપતા હતા. મને ચિંતા નહી કરવા તેઓ સમજાવતા હતા. તેમના વીરલ વ્યક્તિત્વને બીરદાવવા પ્રયત્ન કરુ છું. પણ નદીના વહેતા પ્રવાહમાં રેતીની ઉપાડેલી મુઠી ખાલી થઈ જાય છે. તેમ સરોજબેનની લાગણીનું શબ્દ ચિત્ર આલેખવામાં મારી ભાષાનો ખજાનો ખાલીખમ છે. ફૂટેલી બોક પાણી કુવામાંથી ખેંચી શકતી નથી. તેમ હું પણ સંકટ સમયનું સરોજબેનની હીંમતનું શબ્દ ચિત્ર આલેખવા સમર્થ નથી.

“મુંબઈથી ગાડી આવી રે હો દરીયાલાલા”

ગીતના શબ્દો મને યાદ આવે છે, મને મુંબઈની ભૂમિ લાગણીના સમુદ્રથી ઉભરાતી હોય તેવી દેખાય છે. આ કોઈ કવિના શબ્દો કે સાહીત્યનું સર્જન નથી, પણ મુંબઈ વાસીઓના અંતરની ઓળખ છે. અહીં કદાચ ભૌતિક સાંકડ હશે. પણ દરેકના હ?દય બહુ વિશાળ છે. મુંબઈની માટીમાં અનેરી તાકાત મને જોવા મળી છે. પ્રવાસના અંતે તારીખ ૨૭/૯/૨૦૧૯ ને શુક્રવારના રોજ ગ્રીનવિલા હોટલમાં અપાયેલ ડીનર મુંબઈની રખાવટ અને આવકાર પરંપરા માટે હંમેશા યાદ રહેશે. યાત્રા પ્રવાસમાં અમારી સાથે ભાવનગરથી જોડાયેલા કિશોરભાઈ શાહ સાથે ટ્રેનમાં અમોએ ગોષ્ઠિ કરવાનો ઘણો આનંદ ઉઠાવ્યો હતો. હરેશ ભાટીયાની મુલાકાત અમારા ટ્રેન પ્રવાસને યાદગાર બનાવી ગઈ. તો વળતા બોરીવલ્લી સ્ટેશન પર બાળકોને ટ્રેનમાં બેસાડવા રેલવે કર્મચારીઓ અને રેલવે પોલીસનો મળેલો સહકાર કર્મનીષ્ઠાના દર્શન કરાવી ગયો. ઇશ્વર થોડુ કષ્ટ જરૂર આપતો હશે, આપણી કસોટી કરતો હશે, પણ તે દયાળુ જરૂર છે. કીર્તિભાઈને બીમારી મોકલી તેમાંથી તેનો આબાદ બચાવ કરવા સાનુકૂળતાઓ પણ કરી આપી હતી. હાઈવે પર સમયસર વાહન મળી જવુ એ પણ ઇશ્વરનો જ ચમત્કાર હતો. સમયસર સારવાર થઈ શકે તે માટે ટ્રાફિક કે અન્ય કોઈ અડચણ ન આવવી ઇશ્વરનો બીજો ચમત્કાર કહી શકાય. શાળાના ભવનને થોડા વર્ષો રક્ષણ મળી જાય તેવા નવનિર્માણ કાર્યને ટેકો મળી રહે તેવા વ્યક્તિને અચાનક મોકલી કર્મ યજ્ઞ પ્રજોલીત રાખવાના કાર્યને હું ઇશ્વરની પ્રતિતિ સમજુ છું.

“શાળાનું શમણું બની આવ્યા કીર્તિભાઈ,

હૈયાનું ઝરણું બની ખળખળ વહિયા કીર્તિભાઈ.

અઠ્યાશી વર્ષનો શણગાર્યો ઇતિહાસ,

કદમ ઉપાડી કીર્તિભાઈ.

યાચે ‘ઝગમગ’ શીશ નમાવી જુગ-જુગ જીવો કીર્તિભાઈ”.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here