રાણપુરમાં ગિતાંજલી કેમ્પસ સંચાલિત કે.ડી.પરમાર વિદ્યાલય કિનારા ખાતે રાસ-ગરબાનું આયોજન

673

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના કિનારા ગામે ગિંતાંજલી કેમ્પસ સંચાલિત કે.ડી.પરમાર વિદ્યાલય ખાતે માં ભગવતી આદ્યશક્તિના નવલા નોરતે નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.માં ભગવતી આદ્યશક્તિની આરાધના ના ભાગરૂપે ભવ્ય રાસ-ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ.કાર્યક્રમની શુભ શરૂઆત માતાજીની આરતી ઉતારી ને કરવામાં આવી હતી.આ શુભ પ્રસંગે ગીતાંજલી શૈક્ષણીક સંકુલ સાંકરડી તથા ગીતાંજલી કેમ્પસ સંચાલીત કે.ડી.પરમાર વિદ્યાલયના કુલ મળીને ૧૭૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓ આ રાસ-ગરબા મહોત્સવમાં જોડાયા હતા.આ ગરબા મહોત્સવમાં રાણપુરનું પ્રખ્યાત ઓરકેસ્ટ્રા પાર્ટી સારેગામાપા અને તેમની ટીમે ધુમ મચાવી વિદ્યાર્થીઓ સહીત હાજર સૌ કોઈ લોકો ને મંત્રમુગ્ધ કરી દીધા હતા.મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ પરંપરાગત વેશભુષા અને શટ્રેડીશનલ વસ્ત્રો ધારણ કરી રાસ-ગરબે રમ્યા હતા.આ પ્રસંગે શાળાના સંચાલક અરવિંદભાઈ ધરજીયા, સંદિપભાઈ ધરજીયા, વલ્લભભાઈ ધરજીયા તથા તેમનો સહપરિવાર ખાસ હાજર રહી વિદ્યાર્થીના ઉત્સાહમાં વધારો કર્યો હતો.સાથે સાથે વિદ્યાર્થીઓ દ્વારા લાકડી દાવ,ચકરડી,રંગબેરંગી ભરેલી છત્રી એ અનેરુ આકર્ષણ જમાવ્યુ હતુ.જ્યારે અત્રે ઉલ્લેખનીય છે કે ગીતાંજલી કેમ્પસ સ્કુલ રાણપુર તાલુકામાં સૌથી સુંદર અને ભવ્ય કાર્યક્રમો કરવા માટે જાણીતી સ્કુલ છે.જ્યારે આ નવરાત્રીના રંગારંગ કાર્યક્રમમાં રાણપુર પંથકના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

 

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleવેરાવળ ખાતે ઈલેકશન વેરિફિકેશન પોગ્રામ યોજાયો