સેક્સી સ્ટાર ઇશા ગુપ્તાની દેશી મેઝિક ફિલ્મ રોકાઇ

0
1547

બોલિવુડમાં સેક્સી સ્ટાર તરીકેની છાપ ધરાવતી ઇશા ગુપ્તાની ફિલ્મ દેશી મેઝિક અટવાઇ જતા નિરાશા જોવા મળી રહી છે. આ  ફિલ્મમાં તેની સાથે અમિષા પટેલ પણ કામ કરી રહી હતી. વર્ષોથી આ ફિલ્મ અટવાઇ છે. જો કે આ સંબંધમાં કોઇ નવી વિગત જાહેર કરવામાં આવી નથી. તે હેરાફેરીસિરિઝની નવી ફિલ્મમાં કામ કરવા પણ જઇ રહી છે. જો કે આ ફિલ્મ મલ્ટીસ્ટારર ફિલ્મ છે. હેરાફેરી સિરિઝની નવી ફિલ્મ પણ પણ કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે.   ઇશા હાલના સમયમાં ફિલ્મો કરતા સોશિયલ મિડિયા પર તેના ફોટાના કારણે વધારે ચર્ચામાં રહે છે. ટોપલેસ ફોટાઓ તેના વારંવાર મિડિયા પર નજરે પડે છે. જો કે ફિલ્મો મેળવી લેવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં તેને બોલિવુડની ફિલ્મો પ્રમાણમાં ઓછી હાથ લાગી રહી છે. તેની પાસે સિક્વલ અને મલ્ટી સ્ટાર ફિલ્મો જ મોટા ભાગે રહી છે. હાલમાં પણ તે આવી જ ફિલ્મો હાથમાં ધરાવે છે. તેની પાસે હાલમાં હેરાફેરી સિરિઝની ત્રીજી ફિલ્મ હાથ લાગી છે. આ ઉપરાંત તેની પાસે આંખે-૨ પણ છે. જેમાં અભિષેક બચ્ચનને પણ લેવામાં આવ્યો હોવાના હેવાલ મળ્યા છે. બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે વધારે જાણીતી રહેલી અભિનેત્રી ઇશા ગુપ્તાના સેક્સી ફોટોની ચર્ચા સામાન્ય ફિલ્મી ચાહકોમાં પણ જોવા મળે છે. તે ફરી એકવાર એક્શન સ્ટાર અક્ષય કુમાર સાથે ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક છે.  બોલિવુડમાં ઘણા સમયથી હોવા છતાં સફળતા મેળવવામાં નિષ્ફળ રહેલી ઇશા ગુપ્તા હવે કેરિયરમાં નવા પ્રાણ ફુંકવામાં સફળ રહી છે. તેની રૂસ્તમ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારી સફળતા મળી ગયા બાદ હવે ઇશા ગુપ્તા ખુબ ખુશ છે.  ઇશા ગુપ્તા બોલિવુડમાં સેક્સી અને બોલ્ડ સ્ટાર પૈકી એક તરીકે રહેલી છે. તે છેલ્લે અનુપમ ખેરનીસાથે વનડે જસ્ટીલ ડિલીવરમાં મુખ્ય રોલમાં દેખાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here