ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદે વિષ્ણુભાઇ પંડયાની નિમણૂંક કરાઈ

0
2919
gandhi1452017-1.jpg

રાજય સરકારે રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ સંલગ્ન ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે પદ્મશ્રી એવોર્ડ વિજેતા જાણીતા સાહિત્યકાર, ઇતિહાસકાર અને પત્રકાર વિષ્ણુભાઇ પંડયાની (મો.૯૪૨૭૮-૦૪૭રર) નિમણુંક કરી છે. ભાગ્યેશ જહાની મુદત પુરી થયા બાદ આ જગ્યા ખાલી પડી હતી.
આપણા સાહિત્યને જનસમૂહ સુધી પહોંચાડવા તથા પ્રજા જીવનમાં ધબકતી લોક સાહિત્યની સામગ્રી એકઠી કરી શકાય અને તેનુ ગૌરવ વધારી શકાય તે માટે સાહિત્ય અકાદમી કામગીરી કરી રહી છે.
વિષ્ણુભાઇ અગાઉ રાજય સરકારમાં કાર્યક્રમ અમલીકરણ સમિતિના અધ્યક્ષ તરીકે રહી ચુકયા છે. સાહિત્ય જગતને તેમના બહોળા અનુભવનો લાભ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here