મોદી સરકાર દેશના હિતમાં કઠોર નિર્ણય કરવામાં સક્ષમ : ભાગવત

370

રાષ્ટીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગગતે આજે વિજયાદશમીના પ્રસંગે હમેંશાની જેમ નાગપુરમાં આયોજિત કાર્યક્રમમાં જુદા જુદા વિષય પર વાત કરી હતી. ભાગવતે કહ્યુ હતુ કે જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ની નાબુદી એક સાહસી નિર્ણય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં સતત બીજી વખત સત્તામાં આવેલી મોદી સરકાર દેશહિત અને જનભાવનાનુ સન્માન કરીને કઠોર નિર્ણય કરવામાં સંપૂર્ણપણે સક્ષમ છે. આ બાબત સરકારે કલમ ૩૭૦ની નાબુદી મારફતે દર્શાવી દીધી છે. કલમ ૩૭૦ની નાબુદી બદલ મોદી સરકારની ભાગવતે પ્રશંસા કરી હતી. તેમણે કહ્યુ હતુ કે હાલના સમયમાં દેશની સુરક્ષા તાકાતની સ્થિતી દુનિયાના દેશો જોઇ રહ્યા છે. અમારી સેનાની  તાકાત અને તૈયારીના કારણે લોકો હવે વધારે ગર્વ અનુભવ કરી રહ્યા છે. શાસનની સુરક્ષા નીતિ પણ અસરકારક સાબિત થઇ રહી છે. અમારી સરહદ અને દેશના અન્ય ભાગોમાં આંતરિક સુરક્ષા પહેલા કરતા ખુબ સારી છે. દેશની અંદર પણ ત્રાસવાદી હિંસામાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. તેમણે કહ્યુ હતુકે છેલ્લા કેટલાક વર્ષોમાં એક પરિવર્તન ભારતની વિચારધારામાં જોઇ શકાય છે. ભારતની વધતી જતી તાકાતની નોંધ દુનિયા લઇ રહી છે. ભાગવતે કહ્યુ હતુ કે ઉદારતા અમારી પરંપરાના એક હિસ્સા તરીકે છે. સામાજિક સમસરતા પર ધ્યાન આપવામાં આવ્યુ છે. લિંચિગની જે ઘટનાઓ હાલમાં સપાટી પર આવી છે તેની સાથે સંઘના કોઇ સંબંધ હોવાનો તેમણે ઇન્કાર કર્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને પણ સંઘ વડાએ ચેતવણી અને સલાહ આપી હતી. તેમણે કહ્યુ હતુ કે કેટલાક લોકો કોઇ પણ પ્રકારની માહિતી વગર સંઘ અંગે કઇ પણ નિવેદન કરી નાંખે છે. ઇમરાન ખાન પણ આ બાબત સિખી ગયા છે. તેમણે કહ્યુ હતુ કે કેટલીક બાબતોનો ફેંસલો કોર્ટ મારફતે જ કરવામાં આવે છે. નિર્ણય કોઇ પણ રહે પારસ્પરિક સદભાવ અને વિશ્વાસને જાળવી રાખવાની જરૂર હોય છે. આ જવાબદારી કોઇ એક ગ્રુપની રહેલી નથી. આ વખતે સંઘના વડાએ મંદિર મુદ્દા પર કોઇ વાત કરી ન હતી પરંતુ પરોક્ષ રીતે સંકેત આપ્યો હતો. વિજ્યાદશમીથી પહેલા પોતાના સંબોધનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે  ગયા વર્ષે ફરી એકવાર રામ મંદિરના નિર્માણની અપીલ કરી હતી. ભાગવતે કહ્યું હતું કે, મંદિરના મુદ્દા ઉપર ચાલી રહેલી રાજનીતિને ખતમ કરીને તરત જ રામ મંદિરનું નિર્માણ થવું જોઇએ. તેમણે કહ્યં હતું કે, જો જરૂર પડે તો સરકારે આના માટે કાનૂન બનાવવાની જરૂર છે. સંઘ પ્રમુખે કહ્યું હતું કે, બાબરે રામ મંદિરને તોડી પાડ્યું હતું અને અયોધ્યામાં રામ મંદિરના પુરાવા પણ મળી ચુક્યા છે. જો કે આ વખતે ભાગવતે આવા કોઇ વિવાદાસ્પદ મુદ્દા પર વાત કરી ન હતી. મોહન ભાગવતે આ વખતે સરકારના તમામ નિર્ણયને લઇને સંતોષની લાગણી  વ્યક્ત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે સરકાર તમામ માટે તેમના હિતમાં નિર્ણય કરી રહી છે. દેશમાં ત્રાસવાદીઓ પર અંકુશ મુકવાંમાં મોદી સરકાર સફળ રહી છે. માત્ર કાશ્મીરમાંથી જ નહીં બલ્કે દેશના અન્ય ભાગોમાં ત્રાસવાદી ગતિવિધી પર બ્રેક મુકવામાં મોદી સરકાર સફળ રહી હોવાની કબુલાત કરી હતી. સંઘ વડાએ કહ્યું છે કે, દેશમાં સુરક્ષા નીતિ ખુબ જ અસરકારક સાબિત થઇ રહી છે. મોદી સરકારની પ્રશંસા કરતા તેમણે કહ્યું છે કે, સરકારે કેટલાક ખુબ જ કઠોર નિર્ણયો કર્યા છે. જનભાવનાની સમજ સરકારમાં દેખાઈ રહી છે. મહાત્મા ગાંધી અને ગુરુનાનક દેવને પણ ભાગવતે યાદ કર્યા હતા. ભાગવતે તેમના સંબોધનમાં કલમ ૩૭૦, સેનાની તૈયારી, આંતરિક સુરક્ષા, સામાજિક સમરસતા, મોબ લિંચિંગ સહિતના મુદ્દા પર વાત કરી હતી. સામાજિક સમરસતા પર વાત કરતા તેમણે કહ્યું હતું કે, સમાજના જુદા જુદા વર્ગને પારસ્પરિકરીતે સદ્‌ભાવના સાથે જોડવામાં આવી રહ્યા છે. સમાજના તમામ વર્ગોમાં સદ્‌ભાવ રહેશે તો પોતાના અભિપ્રાયને સારીરીતે રજૂ કરાશે. મોહન ભાગવતના દશેરા સંબોધનને લઇને રાજકીય પક્ષોમાં ચર્ચા જોવા મળી રહી છે.

Previous articleભારતીય સરહદમાં પાક ડ્રોન ઘુસી જતા એલર્ટ જાહેર : સેના સુસજ્જ
Next articleઅમદાવાદ-મુંબઈ વચ્ચે તેજસ ટ્રેન ટૂંકમાં દોડશે