રૂપાલમાં માતાના પલ્લી ઉત્સવમાં શ્રદ્ધાળુનો રહેલો જોરદાર ધસારો

0
180

ગાંધીનગર નજીક રૂપાલ ગામે લાખો શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં ગઇકાલે મોડી રાત્રે  પરંપરાગત પલ્લી મેળો યોજાયો હતો. પલ્લીની ઉજવણી વહેલી પરોઢ સુધી પરંપરાગતરીતે ચાલી હતી.

મોડી રાત્રે તેની શરૂઆત કરવામાં આવ્યા બાદ મોડે સુધી ઉજવણી ચાલી હતી. પલ્લીમાં શ્રદ્ધાળુઓનો ઘોડાપુર ઉમટી પડ્યો હતો. ગઇકાલ સાંજથી જ અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વખતે પણ પલ્લી મેળામાં પરંપરાગતરીતે લાખો કિલોગ્રામ શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો.  રૂપાલ ગામ નજીક વરદાયિની માતાના મંદિરથી અભૂતપૂર્વ ધાર્મિક માહોલ વચ્ચે પલ્લી કાઢવામાં આવી હતી. પલ્લીમાં શુદ્ધ ઘીનો અભિષેક કરવાની પરંપરા છે. કરોડો રૂપિયાની કિંમતનું ઘીનો જથ્થો પહેલાથી જ પહોંચી ગયો હતો. શેરીઓ ગુલાલમય બની ગઇ હતી.

મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઘીના ડબ્બા ટ્રોલી અને અન્ય વાહનો મારફતે લઇને પહોંચ્યા હતા. દર વર્ષે શ્રદ્ધાની દેવી વરદાયિની માતાના દર્શન કરવા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે. કોઇપણ અનિચ્છનીય બનાવને ટાળવા માટે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો.

રૂપાલમાં ઐતિહાસિક ધર્મોત્સવનું વાતાવરણ જામ્યું હતું. લાખો ભક્તોએ માતાજીના સ્વરુપના દર્શન કરવાનો લ્હાવો લીધો હતો. બપોરથી જ ભક્તોના ટોળા પહોંચવા લાગ્યા હતા. મંદિર સંકુલની આસપાસ પણ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

ગાંધીનગર જિલ્લામાં રૂપાલ ગામે વરદાયિની માતાજીના મંદિરથી દર વર્ષની જેમ જ આ વર્ષે નવરાત્રિના છેલ્લા દિવસે અભૂતપૂર્વ ધાર્મિક માહોલ વચ્ચે ગઇકાલે રાત્રે પલ્લી કાઢવામાં આવી હતી. રૂપાલમાં પાંડવો-શ્રીકૃષ્ણ ભગવાને શરૂ કરેલી માતાજીની પલ્લી પરંપરા આજે અકબંધ રહી છે. એવી માન્યતા છે કે, માતાજીએ પોતાના લોહીવાળા વસ્ત્રો અને શરીર શુદ્ધ કરવા માટે અહીં માનસરોવર પ્રગટ કર્યું હતું અને રાક્ષસોનો નાશ કરીને પોતાના લોહીવાળા વસ્ત્રો અહીં શુદ્ધ કર્યા હતા. ત્યારબાદથી અહીં જ વસવાટ કરી દીધો હતો.  પલ્લીના ભાગરુપે પાર્કિંગની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. છ સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા કરાઈ હતી. લાખો ભક્તોના ધસારાને લઇને મંદિરના આસપાસના વિસ્તારમાં છથી વધુ સ્થળોએ ફ્રી  પાર્કિંગની વ્યવસ્થા કરાઈ હતી. પાર્કિંગના સ્થળે જમીન માલિકોને વરદાયિની માતા ટ્રસ્ટ દ્વારા પૈસાની ચુકવણી કરવામાં આવનાર છે. ગયા વર્ષે માતાજીની પલ્લીમાં પાંચ લાખ ઘીનો અભિષેક કરાયો હતો. ૧૨ લાખથી વધુ શ્રદ્ધાળુ પલ્લી અને મંદિરના દર્શનનો લ્હાવો લેવા પહોંચ્યા હતા. નવરાત્રી પર્વના છેલ્લા દિવસે ગાંધીનગર પાસે આવેલા રૂપાલ ગામ નજીક વરદાયીની માતાના મંદિરથી અભૂતપૂર્વક ધાર્મિક માહોલ વચ્ચે પલ્લી કાઢવામાં આવી હતી. પરંપરાગત રીતે નિકળેલી આ પલ્લીમાં શુદ્ધ ઘીનો અભિષેક કરાયો હતો. મોડી રાત્રે નિકળેલી આ પલ્લીમાં આ વખતે  પણ હજારો ભાવિક દ્વારા ધીનો અભિષેક કરવામાં આવ્યો હતો. શેરીઓ ગુલાલમય બની ગઈ હતી. કેટલાક લોકો તો ૧૫ કિલો ઘીના ડબ્બા પણ ટ્રોલી અને અન્ય ડબ્બાઓમાં ઠાલવતા નજરે પડ્યા હતા. અભૂતપૂર્વ ધાર્મિક માહોલ સર્જાયો હતો.રૂપાલમાં બિરાજતા વરદાયીની માતાજીનું પૌરાણિક મહત્વ પણ રહેલું છે. માતાજીની પલ્લી સાથે પ્રાચીન કથા જોડાયેલીછે, જે મુજબ દ્વાપર યુગમાં પાંડવ જ્યારે જુગારમાં હારી ગયા હતા ત્યારે ૧૨ વર્ષના વનવાસે પહોંચ્યા હતા. આ દરમિયાન પાંડવોએ વરદાયીની માતાજીની પૂજા-અર્ચના કરી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા. માતાજીના આશીર્વાદથી જ પાંડવો મહાભારતના યુદ્ધમાં વિજય થયા હતા. વિજય મેળવ્યા બાદ પાંડવોએ સુદ નોમના દિવસે પાંડવો, કૃષ્ણ, દ્રોપદી અને સેના સાથે વરદાયીની માતાના મંદિરમાં આવ્યા હતા. અહીં સોનાની પલ્લી બનાવીને ગામમાં પલ્લી યાત્રા કાઢી હતી. તે સમયથી જ પલ્લીનો સિલસિલો શરૂ થયો હતો. રૂપાલમાં રાત્રિ ગાળાનો માહોલ જોઈને પલ્લીની ભવ્યતાનો ખ્યાલ આવી જાય છે. વહેલી પરોઢ સુધી શ્રદ્ધાળુઓ દ્વારા ઉજવણી કરવામાં આવે છે. જેની તૈયારી પહેલાથી થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here