સિહોરની જે.જે.મહેતા ગર્લ્સ હાઈસ્કુલ ખાતે નવરાત્રી મહોત્સવ યોજાયો

519

સિહોર ની ધી સિહોર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જે.જે.મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઇસ્કુલ માટે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગરબાના આયોજનમાં ધોરણ ૯થી ધોરણ ૧૨ સુધીની અંદાજીત ૧૨૦૦ વિદ્યાર્થીઓએ ટ્રેડિશનલ ડ્રેસ સાથે ભાગ લીધો હતો ત્યારે આ સંપૂર્ણ આયોજન આ સંસ્થાની બોઇસ હાઇસ્કુલ એટલે એલ.ડી.મુનિ હાઇસ્કૂલના પટાંગણમાં યોજાયો હતો જેમાં સંસ્થાના પ્રમુખ નવીનચંદ્ર જે.મહેતા તથા નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ માનદમંત્રી ભરતભાઈ મલુકા દ્વારા તમામ આમંત્રિત મહેમાનો ને આવકાર્યા હતા ત્યારે ગલ્સ હાઈસ્કુલ ના પીન્સીપાલ અમિષાબેન પટેલ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને અવનવી ડિઝાઇન સાથે આરતી બનાવવાનું આયોજન ગોઠવ્યું હતું જેમાં ખૂબ આકર્ષક ડિઝાઈન ની આરતી શણગારી લાવી હતી  તેમજ ગરબા અનુરૂપ ટ્રેડિશનલ ડ્રેસથી સજ્જ દીકરીઓ ખરેખર સાક્ષાત નવદુર્ગા ગરબા રમવા મેદાને આવ્યા હોય તેવું સુંદર ગ્રાઉન્ડ લાગી રહ્યું હતું. સુંદર ગરબા તથા બેસ્ટ આરતી ડિઝાઇન ના ઇનામો ની પણ વણઝાર કરવામાં આવી હતી આ કાર્યક્રમ સફળ બનાવવા સ્કૂલ ના ટ્રસ્ટીગણ તથા શિક્ષકો એ ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleલાઠી તાલુકામાં નવરાત્રી મહોત્સવમાં વાગની સ્પર્ધા યોજાઈ
Next articleબાબરાના તાઇવદર ગામની શીમ માંથી સ્કોર્પીયો કારમાં ઇંગ્લીશ દારૂનો જથ્થા સાથે એક ઝડપાયો