શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ગરાસીયા સમાજ દ્વારા શસ્ત્રપુજન

0
368

આસુરી શક્તિ પર દૈવી શક્તિના પર્વ વિજયા દશમી નિમિત્તે ભાવનગર ખાતે ક્ષત્રિય ગરાસીયા સમાજ દ્વારા નવાપરા ગરાસીયા બોર્ડીંગ ખાતે સામુહિક શસ્ત્રપુજનનો પરંપરાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને શસ્ત્રપુજન કર્યુ હતું. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાતમાંથી અનેક રાવણનો નાશ કરવાનો છે. આજે અસત્ય પર સત્યના વિજયના પર્વ દશેરા (વિજયા દશમી)ની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગર ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા વિજયા દશમીના દિવસે શસ્ત્રપુજન કરવામાં આવે છે. દર વર્ષે નવાપરા ખાતે આવેલી ગરાસીયા બોર્ડીંગમાં સામુહિક શસ્ત્રપુજનનો કાર્યક્રમ યોજાય છે જેના ભાગરૂપે આજે સામુહિક શસ્ત્રપુજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાવનગરના યુવરાજ જયવિરરાજસિંહજી તેમજ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલા તથા વાસુદેવસિંહ સરવૈયા, મનોહરસિંહ ગોહિલ (લાલભા) મહેન્દ્રસિંહ ગોહિલ, વનરાજસિંહ ગોહિલ, સજયસિંહ સરવૈયા, સંજયસિંહ ગોહિલ (માલપર), મહાવિરસિંહ ગોહિલ, યુવરાજસિંહ ગોહિલ (ચેરમેન), સહિત ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો પરંપરાગત પહેરવેશ અને સાફા સાથે ઉપસ્થિત રહ્યા અને  શાસ્ત્રોકત વિધી વિધાન સાથે પરંપરાગત રીત  શસ્ત્રપુજન કર્યુ હતું. આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ગુન્હાખોરીનું પ્રમાણ વધ્યુ હોય અનેક રાવણનો નાશ કરવાનો છે. રાજ્યમાં ગુન્હાખોરીનું પ્રમાણ ઘટાડવા પણ સરકારે પગલા લેવા જોઈએ તેમ જણાવ્યું હતું આમ ભાવનગર ખાતે આજે દશેરા પર્વ નિમિત્તે ક્ષત્રિય સમાજ દ્વારા પરંપારગત રીતે શ?પુજનનો કાર્યક્રમ યોજાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here