ભાવનગરના જવાહર મેદાન તથા માર્કેટીંગ યાર્ડ ખાતે  રાવણદહન કાર્યક્રમ યોજાયો

0
240

ભાવનગરના જવાહર મેદાન તથા માર્કેટીંગ યાર્ડ ચિત્રા ખાતે રાવણ દહન કાર્યક્રમ સાથે વિજયા દશમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સિંધી સમાજ ભાવનગર  દ્વારા દર વર્ષની પરંપરા મુજબ જવાહર મેદાન ખાતે આતશબાજી અને રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદ ભારતીબેન શિયાળ, સિંધી સમાજના સંતો, હરૂભાઈ ગોંડલિયા, મનસુખભાઈ પંજવાણી, ભરતસિંહ ગોહિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.  કાર્યક્રમની શરૂઆતમાં આતશબાજી કરવામાં આવી હતી. આતશબાજી બાદ મેઘનાદ, કુંભકર્ણ અને રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. જવાહર મેદાન અને માર્કટીંગ યાર્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here