’એમ્બ્યુલન્સની ટીમે લોકેશન ન મળતા ૧૩ વાર ફોન કર્યા હતા’

486

રાજ્યમાં લોકોના જીવ બચાવવા માટે શરૂ કરાયેલી ૧૦૮ની સુવિદ્યાની બેદરકારી સામે આવી હતી, પરંતુ ઘટનાની તપાસ કરતા માત્ર લોકેશન આપવાની એક ભૂલના કારણે ૧૦૮ની એમ્બ્યુલન્સ ૪૦થી ૪૫ મિનિટ જેટલી મોડી પહોંચતા સીએમ વિજય રૂપાણીના પિતરાઇ ભાઇનું નિધન થયું હોવવાનું ખુલ્યું છે.

વિજય રૂપાણી જ્યારે પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા ત્યારે પરિવારે સમગ્ર ઘટના વિશે વાત કરી હતી. ત્યારબાદ સીએમે કલેક્ટરને તપાસના આદેશ આપ્યા હતા. હાલ રાજકોટનાં કલેક્ટર રામ્યા મોહને એક નિવેદન આપીને સમગ્ર ઘટના વિશે ખુલાસો કર્યો છે.

રાજકોટનાં કલેક્ટર રામ્યા મોહને સીએમના પિતરાઇ ભાઇ સાથે બનેલી ઘટના વિશે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં માહિતી મળી છે કે પરિવાર દ્વારા જે સરનામું આપવાની ભૂલને કારણે ૧૦૮ બીજા સરનામા પર પહોંચી ગઇ હતી. જ્યારે પરિવારે બીજી વાર લેન્ડલાઇન પરથી ફોન કર્યો હતો એટલે તેનું લોકેશન પણ મળ્યું ન હતું. કોલરે મોદી સ્કુલ લેન્ડમાર્ક તરીકે કહ્યું હતું તે ઇશ્લરિયામાં છે.

૧૦૮ને ૬.૪૦ કલાકે કોલ મળ્યો હતો અને ૬.૪૬ એમ્બ્યુલન્સ નીકળી ગઇ હતી. આ બધુ થઇને ૭.૨૧ કલાકે પાછી આવી ગઇ હતી. એટલે કુલ ૩૯ મિનિટમાં ૧૦૮ એમ્બ્યુલન્સ પાછી આવી ગઇ હતી. ૧૦૮એ ૧૩ વાર જે લેન્ડલાઇન પરથી ફોન આવ્યો હતો તેમને ફોન કર્યો હતો. પરંતુ તે લાગતો ન હતો. નહીં તો તેમની પાસેથી સરનામુ મેળવી શક્યા હોત.’

Previous articleપંજાબમાં ડુંગળીના ટ્રકની લૂંટનો નિષ્ફળ પ્રયાસઃ ડ્રાઇવરની ગોળી મારી હત્યા
Next articleફિલ્મ અભિનેતા ગોવિંદાએ સાળંગપુર ખાતે હનુમાન દાદાના દર્શન કર્યાં