વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપઃ મેરી કોમનો સેમિફાઇનલમાં પ્રવેશ, આઠમો મેડલ પાક્કો

408

છ વખતની ચેમ્પિયન એમસી મેરી કોમ (૫૧ કિલો)એ ગુરૂવારે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પહોંચીને અહીં પોતાનો આઠમો મેડલ પાક્કો કરી લીધો છે. આ ચેમ્પિયન બોક્સરે ક્વાર્ટર ફાઇનલમાં રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલિસ્ટ કોલંબિયાની ઇનગ્રિટ વૈલેંસિયાને ૫-૦થી પરાજય આપ્યો હતો. મેરી કોમ ૫૧ કિલો વર્ગમાં પ્રથમ મેડલ મેળવવાના પ્રયત્નમાં લાગી છે.

૪૮ કિલોગ્રામ ભારવર્ગમાં છ વખત વિશ્વ ચેમ્પિયન રહી ચુકેલી મેરીનો આ ૫૧ કિલો ભારવર્ગમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પ્રથમ મેડલ હશે. પરંતુ એ આ ભારવર્ગમાં ૨૦૧૪ એશિયન ગેમ્સમાં ગોલ્ડ અને ૨૦૧૮ એશિયમ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતી ચુકી છે. સાથે મેરીએ આ ભાર વર્ગમાં લંડન ઓલિમ્પિક-૨૦૧૨મા બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

મેરી કોમે શરૂઆત સારી કરી અને અંતર બનાવી રાખતા જમણા ગ્લવ્સનો ઉપયોગ કર્યો હતો. સાથે તે ડાબા હાથથી પણ હુક લગાવી રહી હતી. અંતમાં બંન્ને ખેલાડી આક્રમક થઈ ગઈ હતી. બીજા રાઉન્ડમાં બંન્ને બોક્સરોએ સારૂ કર્યું, પરંતુ મેરી પોતાની વિપક્ષી કરતા થોડી આગળ રહી હતી.તે ઇંગોટ પાસે આવતા હુકનો સારો ઉપયોગ કરી રહી હતી અને તે ઇંગોટ પર હાવી થઈ રહી હતી. ત્રીજા રાઉન્ડમાં મેરીએ આમ જ કર્યું અને જીત પોતાના નામે કરી હતી.

Previous articleરેખાના જન્મદિવસે તમામ ચાહકો દ્વારા શુભેચ્છાઓ
Next articleદ.આફ્રિકા સામે પ્રથમ દિવસના અંતે ભારત ૨૭૩/૩, અગ્રવાલે સતત બીજી મેચમાં સદી મારી