જીલ્લા કક્ષાના કલા ઉત્સવમાં રાણપુરની જન્મભૂમિ હાઈસ્કુલના તેજસ્વી તારલાઓ ઝળક્યા

452

બોટાદ જીલ્લા કક્ષાના કલા ઉત્સવમાં અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ.તેમા રાણપુરના ધી.જન્મભૂમિ હાઈસ્કુલના ત્રણ વિદ્યાર્થી ઝવેરચં મેઘાણી શાળા વિકાસ સંકુલ રાણપુર/બરવાળા( જીફજી)કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી જીલ્લા કક્ષાના સ્પર્ધામાં ભાગ લીધેલ તેમાથી ઉચ્ચતર માધ્યમિક વિભાગની નિબંધ સ્પર્ધામાં મેર ગોપાલ બેચરભાઈ અને વકતૃત્વ સ્પર્ધામાં જમોડ રણજીત રાજેશભાઈ બંનેએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.હવે રાજ્યકક્ષા એ બોટાદ જીલ્લાનું પ્રતિનિત્વ કરશે.માધ્યમિક વિભાગની નિબંધ સ્પર્ધામાં જીલ્લાકક્ષાએ શેખ શબનમ દસ્તગીરભાઈ એ તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરી શાળા પરિવારનું ગૌરવ વધારેલ.રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા તથા ધી.જન્મભૂમિ હાઈસ્કુલના આચાર્ય અનિલભાઈ ગોહિલ સહીત ધી.જન્મભૂમિ  હાઈસ્કુલના તમામ શિક્ષકો એ ત્રણેય વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

Previous articleગુજરાતમાં ૨૦૨૦ સુધીમાં ૧૦૦૦ સીએનજી સ્ટેશન શરુ કરવામાં આવશે : મુખ્યમંત્રી રૂપાણી
Next articleસણોસરા બ્રહ્મ સમાજ દ્વારા માતૃ વંદના કાયકર્મ યોજવામાં આવ્યો