રવિવારે શરદ પુનમ

1058

આસો શુદ પુનમને રવિવાર તા. ૧૩-૧૦-૧૯ના દિવસે શરદ પુનમ છે. શરદ પુનમને  કોજગારી પુનમ- માણેક કઠારી  શરદ પુર્ણિમાં પણ કહેવામાં આવે છે. વર્ષમાં ચાર મહારાત્રીનું મહત્વ વધારે છે. જેમાં કાલરાત્રી, મહારાત્રી મોહરાત્રી દારૂણારાત્રી જે આ મુજબ છે. કાલસરાત્રી એટલે કાળી ચૌદશની રાત્રી મહારાત્રી એટલે મહાશિવરાત્રી મોહરાત્રી એટલે  શરદ પુનમની રાત અને દારૂણરાત્રી એટલે હોળીની રાત આમ ચાર મહારાત્રીમાંથી એક મહારાત્રી એટલે શરદ પુનમની રાત્રી. શદર પુનમની રાત્રીનો મુખ્ય્‌ ઉદ્દેશ છે. નિર્ધનતાના નાશનો આ દિવસે સાંજના પોતાના ઘેર લક્ષ્મીજીનું દુધ પંચામૃતથી શ્રીયંત્ર, લક્ષંમીજીના સિક્કાનું પુજન કરવાનું મહત્વ છે. આ દિવસે રાત્રે ખાસ જાગરણ કરવું જોઈએ. કહેવાય છે કે લક્ષંમીજી શરદ પુનમની રાત્રે ઘેર ઘેર જાય છે. અને તપાસ કરે છે. મારો કયો ભક્ત જાગે છે. આથી શરદ પુનમનું નામ મૂળ શબ્દમાંથી અપજીસથય અને કોજાગરી પડ્યું.

શરદ પુનમની રાત્રે વર્ષનો શ્રેષ્ટ ચંદ્ર ૧૬એ કળાએ ખીલે છે. અને પોતાનું અમૃતમય તેજ પૃથ્વી પર પડે છે. આથી આ રાત્રે અગસી પર સાકરવાળુ દુધ અને પૈવા  થોડીવાર મુકી અનેત ેનો પ્રસાદ લેવાનું મહત્વ છે. તે ઉપરાંત અગાશીમાં ચંદ્રના પ્રકાશમાં સાકર મુકી અને સવારે તેનો પ્રસાદ લેવો શરદ પુનમના ચંદ્રના પ્રકાશમાં સોય તેમજ દોરો પોરવાથી આખોને બળ મળે છે.

આયુર્વેદમાં પણ શરદપુનમનું મહત્વ વધારે છે. શરદ પુનમની રાત્રેડ ઔષધી શ્વાસના રોગીને આપવામાં આવે છે. આથી તેમને રાહત મળે છે. ધાર્મિક દ્રષ્ટિએ શ્રીકૃષ્ણ ભગવાનની મહારાશ લીલા પણ શરદ પુનમની રાત્રે થઈ હતી. આથી શરદ પુનમને કૃષ્ણ ભક્તિનું પણ મહત્વ વધારે છે.

જયોતીષની દ્રષ્ટિએ જે લોકોને ચંદ્ર નબળો હોય અથવા કેમરૂમ યોગ ગ્રહણયોગ વિષયોગમાં જન્મ થયેલ હોય તો આ દિવસે ચંદ્રના જાપ પુજા કરવાની રાહત મળે છે.

– શાસ્ત્રી રાજદીષ જોષી વૈદાંત રત્ન

Previous articleશૈક્ષણિક લાયકાતનું કારણ ધરી બિનસચિવાલય ક્લાર્ક-ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ્દ કરાઈ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે