દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડની મુખ્ય લાઈન તુંટી જતાં લાખો લિટર પાણીનો વડફાટ

0
154

દામનગર શહેર માં આવેલ કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી નું (સેવ વોટર) અભિયાન ગ્રામ્ય વિસ્તાર ભુરખિયા જતી મુખ્ય લાઈન તૂટી હોવા થી લાખો લીટર મીઠું પાણી રોડ રસ્તા પર સામાન્ય બાબત વગર વરસાદે રોડ રસ્તા પર મીઠા પાણી ની રેલમ છેલમ  દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી ના પ્રવેશ દ્વાર પાસે જ ભુરખિયા જતી પાણી ની મુખ્ય લાઈન તૂટી ગયેલ છે પણ કચેરી માં કર્મચારી આવે છે ક્યાં ? ફરિયાદ કે રજુઆત સંભાળનાર ક્યાં? દલા તરવાડી ની માફક ચાલતી કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી અઠે ગઠે ચાલે છે

કરોડો નું કેપિટલ એસેટ બજેટ વાપરતી ગુજરાત સરકાર જળ બચાવો (સેવ વોટર) માટે કેટલા રૂપિયે લીટર પાણી પડે છે તેની જળ બચાવો માં જાહેર જનતા ને અવગત કરે છે અને પાણી પુરવઠા બોર્ડ માં કોન્ટ્રક પ્રથા થી ચલાવી લાખો રૂપિયા ના કોન્ટ્રક અપાય છે અને કર્મચારી ઓ ને પગાર પણ ચૂકવાય છે છતાં  દામનગર  કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી ની ગંદકી જોઈ ને તાજેતર માં અનેક પંચાયતો પાલિકા એ સફાઈ બાદ જ પાણી વિતરણ કરવા કહેતા સફાઈ તો થઈ  ગુલાટી બાજ કર્મચારી ઓ ક્યાં આવે ? સોરાષ્ટ્ર ને મળતા મીઠા પાણી ને લાવવા કરોડો નું બજેટ ખર્ચ કરી જળ બચાવો માટે ૨૩ માર્ચ ને જળ દિન તરીકે ઉજવી કોન્ટ્રક અને કર્મચારી પગાર ના બેવડા ખર્ચ પછી પણ લાખો લીટર મીઠા પાણી નો વેડફાટ  (સેવ વોટર) સેમિનારો કરી સમજ આપી પાણી ની મહત્તા દર્શાવે છે ત્યારે જ દામનગર શહેર આવેલ સમગ્ર ખારાપાટ માટે આશીર્વાદ રૂપ કાળુભાર પાણી પુરવઠા બોર્ડ કચેરી ગુજરાત સરકાર ના નિયંત્રણ હેઠળ હોય તેવી લાગતું નથી

દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી થી ગ્રામ્ય માં જતી લાઈનો તૂટી હોય અને વગર વરસાદે રોડ રસ્તા પર મીઠું પાણી નહેરા માં ભળી ભારે વેડફાટ થાય છે  કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી પર તંત્ર છે કે કેમ ? કોન્ટ્રક પર ચાલે છે ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here