રાજ્યમાં ત્રણ ફેરી સર્વિસ માટે બીડ ભરવા કોઈ તૈયાર નહીં

0
366

ઘોઘા-દહેજ રોલ ઓન રોલ ઓફ ફેરી સર્વિસમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડના બેદરકાર રવૈયાને જોતા ગુજરાતમાં અન્ય ત્રણ ફેરી સર્વિસ ચલાવવા માટેની બીડ ભરવા કોઈ તૈયાર નહીં હોવાની વિગતો બહાર આવી હતી.

ઘોઘા-દહેજ વચ્ચે માત્ર ૧૭ નોટિકલ માઈલનું અંતર હોવા છતાં અને ટૅક્સ પેયર્સના કરોડો રૂપિયા ખર્ચી નખાયા પછી પણ ઘોઘા અને દહેજ વચ્ચે જહાજ ચાલી શકે તેટલી વોટર ચેનલ મેઈન્ટેઈન કરવાનું કામ પણ યોગ્ય રીતે થયું નથી. ગુજરાત મેરીટાઈમ બોર્ડનો બેદરકાર રવૈયો આને માટે કારણભૂત હોવાનું ભાવનગર જિલ્લાના લોકોને લાગી રહ્યું છે. તેમ જ જી.એમ.બી.ના આવા બેદરકાર રવૈયાની અવળી અસર રાજ્યના અન્ય ત્રણ ફેરી પ્રોજેક્ટ પર પણ પડી છે. ગુજરાતમાં ઘોઘા-હજીરા, માંડવી-ઓખા અને ઓલ્ડ મુન્દ્રા પોર્ટ-રોઝી વચ્ચે ત્રણ ફેરી સર્વિસ ચલાવવાની સરકારની યોજના છે અને તેના માટે જુલાઈ મહિનાથી પ્રક્રિયા શરૂ કરી હતી, પરંતુ ઘોઘા-દહેજમાં થયેલા અનુભવ બાદ કોઈ ઉદ્યોગ સાહસિક આ બીડમાં એપ્લાઈ થવા તૈયાર થયા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here