પાલિતાણાના ઘેટી ગામે ખેડૂત શિબિર, વૃક્ષારોપણ અભિયાન કાર્યક્રમ યોજાયો

1008

પાલીતાણા તાલુકાના ઘેટી ગામે ઇફકો દ્વારા આયોજિત ખેડૂત શિબિર તથા વૃક્ષારોપણ અભિયાનના કાર્યક્રમમાં ભારત સરકારના રસાયણ ખાતર અને શિપિંગ મંત્રાલયનો હવાલો સંભાળતા મંત્રી મનસુખભાઈ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા

આ પ્રસંગે મંત્રી માંડવીયાએ જણાવ્યું હતું કે યુરિયા તેમજ રસાયણિક ખાતરથી જમીનને નુકસાન થાય છે તેથી ઇફકો દ્વારા નવ સંશોધિત નેનો ફર્ટીલાઇઝર ખાતર ને આગામી દિવસોમાં સમગ્ર દેશના ૧૧,૦૦૦ ખેડૂતોની જમીનમાં ઉપયોગમાં લઇ નવતર પ્રયોગ હાથ ધરાશે જેથી ખેડૂતોને અડધી કિંમતમાં ગુણવત્તાયુક્ત ખાતર ઉપલબ્ધ થશે તેમજ ખેડૂતોના સમય તેમજ શ્રમમાં પણ ઘટાડો થશે.

આ પ્રસંગે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઘેટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુકવામાં આવેલ ૧૦ લાખની કિંમતના હેલ્થ મશીનનું પણ મંત્રીએ લોકાર્પણ કર્યું હતું  તેમજ આરોગ્ય વિભાગ ભાવનગર દ્વારા તૈયાર કરવામાં આવેલ જિલ્લાના સ્વાસ્થ્ય અંગેના આંકડાઓ રજૂ કરતા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે યોજવામાં આવેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ ૧૦ ગામના સરપંચોને બે હજારથી વધુ વૃક્ષો તેમજ ૫૦૦ થી વધુ પાંજરાઓ ઇફકો દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ મંત્રી શ્રીમાંડવીયા તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ આ પ્રસંગે ઘેટી ગામે વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ઇફકોના વાઇસ ચેરમેન તથા પૂર્વ કૃષિમંત્રી દિલીપભાઇ સંઘાણી, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, ગારીયાધારના ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી, ઇફકો લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જી.એસ.અવસ્થી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ચુંટાયેલા સભ્યો, કૃષિ મંડળીના સભાસદો તેમજ બહોળી સંખ્યામાં ઘેટી તથા આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleવલભીપુર તાલુકાના પીપળ ગામે  કેરી નદી પાસે ડુબી જંતાં બેના મોત
Next articleતગડી પાસે ટ્રક-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત