જોરદાર ડ્રામાબાજી બાદ સૌરવ ગાંગુલી BCCI અધ્યક્ષ બન્યા

482

દુનિયાની સૌથી અમીર ક્રિકેટ સંસ્થા (બીસીસીાઇ)ના પ્રમુખ તરીકે હાઇ ડ્રામા બાદ આખરે પૂર્વ ભારતીય કેપ્ટન અને સ્ટાર બેટસમેન સૌરવ ગાંગુલીએ  બાજી મારી લીધી હતી. બીસીસીઆઇના નવા પ્રમુખ તરીકે સૌરવ ગાંગુલીની નિમણૂંક કરવામાં આવતા આને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હતો. જો કે મુંઇની ફાઇવ સ્ટારમાં હોટેલમાં યોજાયેલી આ બેઠક ભારે નાટ્યાત્મક દોરમાંથી  પસાર થઇ હતી. બેઠકમાં બીસીસીઆઇના વડાની પસંદગી કરવા માટે જોરદાર ચર્ચા ચાલી હતી. પૂર્વ અધ્યક્ષ અનુરાગ ટાકુર અને એન શ્રીનિવાસના જુથ સામ સામે આવી ગયાહતા. બેઠકમાં કુબ ચાલો ચાલવામાં આવી હતી. અધ્યક્ષ પદ માટે એકબાજુ શ્રીનિવાસનનુ સમર્થન ધરાવતા ભૂતપૂર્વ ક્રિકેટર બૃજેશ પટેલ હતા. બીજી બાજુ ભારતીય ક્રિકેટમાં પ્રિન્સ ઓફ કોલકત્તાના નામથી લોકપ્રિય સૌરવ ગાંગુલી હતા. સીઓએની સામે દેશની તમામ ક્રિકેટ સંસ્થાઓ એકમત થઇને બેઠકો યોજી રહી હતી. અંતે બૃજેશ પટેલ પર સૌરવ ગાંગુલી ભારે પડ્યોહતો. ક્રિકેટની બે પાવરફુલ લોબીએ પોત પોતાના ઉમેદવારને પ્રમુખ બનાવી દેવા માટે તમામ તાકાત લગાવી દીધી હતી. ભારે ખેંચતાણ અને શક્તિ પ્રદર્શનના અંતે બેઠકમાં અંતે સૌરવ ગાંગુલીના નામ પર સહમતિ થઇ ગઇ હતી. બીજી બાજુ બૃજેશ પટેલને આખરે આઇપીએલના ચેરમેન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર જય શાહને બીસીસીાઇના સચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે અનુરાગ ઠાકુરના ભાઇ અરૂણ સિંહ ઠાકુરને ખજાનચી બનાવી દેવામાં આવ્યા છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસને શનિવારના દિવસે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે વાતચીત કરી હતી. સાથે સાથે બૃજેશ પટેલને મોટી જવાબદારી સોંપવા માટેની ઇચ્છા વ્યક્ત કરી હતી. બીજી બાજુ ગાંગુલીએ પણ અમિત શાહને મળીને બીસીસીઆઇના પ્રમુખ બનવા માટેની પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. એમ કહેવામાં આવે છે કે ગાંગુલીને અનુરાગ ઠાકુર તરફથી સમર્થન મળી ગયુ હતુ. તમામ લોકો સારી રીતે જાણે છે કે ઠાકુર બીસીસીઆઇના અધ્યક્ષ રહી ચુક્યા છે. કેન્દ્રમાં મંત્રી હોવાની સાથે સાથે તેમનુ ક્રિકેટ વહીવટીતંત્રમાં સારી દરમિયાનગીરી ગણવામાં આવે છે. જેથી ગાંગુલીની દાવેદારીને મજબુત સમર્થન મળી ગયુ હતુ. સુત્રોના કહેવા મુજબ અંતમાં ગાંગુલીને અધ્યક્ષ બનાવવા માટે સહમતિ થઇ ગઇ હતી. અધ્યક્ષ તરીકે ગાંગુલીની અવધિ ૧૦ મહિનાની રહેશે. હાલમાં ગાંગુલી બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે છે. ગાંગુલી પાસે વ્યાપક અનુભવ રહેલો છે. બીજી બાજુ શ્રીનિવાસનની ટીમ પણ ખુબ શક્તિશાળી દેખાઈ રહી હતી. બંને પાર્ટી પોતપોતાના ઉમેદવારને બીસીસીઆઈના પ્રમુખ બનાવવા માટે તમામ તાકાત લગાવી ચુકી હતી. જો કે, અંતે સૌરવ ગાંગુલીના નામ ઉપર સર્વસંમતિ થઇ હતી. બીજી બાજુ અધ્યક્ષ પદની રેસમાં આગળ રહેલા કર્ણાટકના બ્રજેશ પટેલ આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળશે. બીસીસીઆઈની એપેક્ષ કાઉન્સિલમાં નવ સભ્યો હોય છે જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ખજાનચી, જોઇન્ટ સેક્રેટરી, ક્રિકેટ એસોસિએશનમાં એક પુરુષ પ્રતિનિધિ, એક મહિલા પ્રતિનિધિ, આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના પ્રતિનિધિ અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિનો સમાવેશ થાય છે. પૂર્વ ભારતીય ઓપનિંગ બેટ્‌સમેન અંશુમન ગાયકવાડ ૪૭૧ વોટની સાથે ચૂંટણી જીત્યા બાદ ક્રિકેટ એસોસિએશનના પુરુષ પ્રતિનિધિ બની ગયા છે. ગાયકવાડે પૂર્વ ક્રિકેટર કિર્તી આઝાદને હાર આપી હતી.

કિર્તી આઝાદને ૩૮૧ મત મળ્યા હતા. આઈસીસીમાં બીસીસીઆઈના પ્રતિનિધિ અંગે હજુ કોઇ નિર્ણય કરાયો નથી.

Previous articleખુબસુરત વાણી કપુરની વોર બાદ હવે ચારેબાજુ ચર્ચા શરૂ
Next articleખેલ મહાકુંભ-૨૦૧૯ અંતર્ગત પાટણ જિલ્લાની ગર્લ્સ ફૂટબૉલ એકેડેમીની ટીમ રાજ્યકક્ષાએ ચેમ્પિયન બની