મોદી અદાણી-અંબાણીના લાઉડસ્પીકર છે : રાહુલ

356

હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે આજે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી અહીં નુહ વિધાનસભા ક્ષેત્રમાં પહોંચ્યા હતા. રાહુલે પોતાની સભામાં મનોહરલાલ ખટ્ટર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી અંબાણી અને અદાણીના લાઉડસ્પીકર તરીકે છે. હંમેશા તેમની વાતો કરે છે. રાહુલે કહ્યું હતું કે, દેશમાં જે બેરોજગારી છે અને દેશમાં અર્થવ્યવસ્થાની જે હાલત છે તેનાથી આગામી છ મહિનાની અંદર સ્થિતિ એકદમ કફોડી બની જશે. યુવા લોકોને વધારે સમય સુધી ગેરમાર્ગે દોરીને રહી શકાય નહીં. છ મહિનાથી એક વર્ષની અંદર જ આ બાબતની માહિતી મળી જશે કે દેશની હાલત કફોડી બનેલી છે. ત્યારબાદ નરેન્દ્ર મોદીની હાલત જોવા જેવી રહેશે. કોંગ્રેસી નેતાએ કહ્યું હતું કે, આ દેશમાં જુદી જુદી જાતિ અને ધર્મના લોકો રહે છે. અહીં અમીર લોકો ગરીબ લોકો, તમામ પ્રકારના લોકો એક સાથે રહે છે. આને અમે ભારત તરીકે ગણીએ છીએ પરંતુ મોદી શાસનમાં આ સ્થિતિ રહી નથી.

કોંગ્રેસ પાર્ટી તમામની પાર્ટી છે. અમારુ કામ લોકોને જોડવાનું રહેલું છે. ભાજપ અને સંઘનું કામ અંગ્રેજોવાળું છે જે દેશને તોડવાનું કામ કરતા હતા અને એકબીજાને લડાવવાનું કામ કરતા હતા. નોટબંધી અને જીએસટી પર પ્રહાર કરતા રાહુલે કહ્યું હતું કે, પહેલા નોટબંધીના કારણે તમામ લોકો લાઈનમાં આવી ગયા હતા. એ પ્રકારની લાઇનમાં ક્યારે પણ અનિલ અંબાણી અને અદાણી જોવા મળ્યા ન હતા. કાળા નાણાં ધરાવનાર કોઇ વ્યક્તિ લાઈનમાં દેખાયું ન હતું. ત્યારબાદ ગબ્બરસિંહ ટેક્સ લાગૂ કરવામાં આવ્યો હતો.

અહીં કોઇ જે કોઇપણ વાત કરે પરંતુ જીએસટીના કારણે નુકસાન થયું છે. નાના દુકાનદારો, મધ્યમકદના કારોબાર ખતમ થઇ ગયા છે. કારણ કે આનો કારોબાર મોદી પોતાના ૧૦થી ૨૦ મિત્રોને આપવા ઇચ્છુક છે. જો કોઇ વ્યક્તિ દેશભક્ત છે તો દેશની પબ્લિક સેક્ટરની કંપનીઓ છે તો તેમને પોતાના અબજોપતિ મિત્રોને કેમ આપી રહ્યા છો. એક જ લક્ષ્ય છે કે, નરેન્દ્ર મોદી અને ખટ્ટર આવા ૧૫ લોકો માટે કામ કરતા રહે છે. રાહુલે ઉમેર્યું હતું કે, આ લોકો ઇચ્છે છે કે, તમામ લોકોનું ધ્યાન મુખ્ય મુદ્દાથી હટીને જુદા જુદા મુદ્દા પર કેન્દ્રિત રહે. કોઇ પ્રશ્નો કરી શકે નહીં. ટીવી ઉપર ભારતમાં બેરોજગારીની ક્યારે ચર્ચ થતી નથી કારણ કે, આ લોકો અને તેના માલિકો ઇચ્છતા નથી કે, નરેન્દ્ર મોદીએ લોકોના પૈસા લુટ્યા છે તે અંગેની માહિતી મળે. રાફેલ મામલામાં એરફોર્સના લોકોએ સાફ શબ્દોમાં કહ્યું છે કે, મોદીએ કોન્ટ્રાક્ટ બદલી નાંખ્યો હતો. એરફોર્સના દસ્તાવેજ હતા પરંતુ મિડિયામાં આવ્યા નથી. માત્ર ખોટી બાબતો દર્શાવવામાં આવી રહી છે.

કેટલીક વખત ચંદ્રના સંદર્ભમાં અને કેટલીક વખત રાફેલમાં પૂજા કરવામાં આવશે. કોરબેટમાં ફિલ્મ બની છે પરંતુ મોદી ક્યારે એ કહેશે નહીં કે, બે કરોડ લોકોને રોજગાર આપવાના વચનનું શું થયું.

Previous articleઆજે કોઇપણ દેશ યુદ્ધ ઇચ્છતુ નથી : દોભાલ
Next articleદરેક સુધારા સામે કોંગ્રેસ જેવા પક્ષો દિવાલ બનીને ઊભા રહે છે : મોદી