દારૂબંધીના કાયદાને લઈને ગુજરાત સરકારને હાઈકોર્ટે નોટીસ ફટકારી

0
440
guj1632018-+6.jpg

દારુબંધીના કાયદાના અમલને લઈને ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી, જવાબ આપવા આદેશ કર્યો છે. દારુ વેચવાનું લાયસંસ ધરાવતી હૉટલોને દારુબંધીના કાયદા અંતર્ગત લાયસંસ કેમ નથી અપાતું તે અંગે ખુલાસો માગ્યો. જૂનાગઢના રેનીશ મહેતાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. જેમાં ગુજરાત સરકાર હૉટલોને દારુ વેચવાની પરવાનગી આપતા પહેલા ગુજરાત નિષેધ ધારાની કલમ ૧૪૩ અને બોમ્બે ફોરેન લીકર રૂલ અંતર્ગત કડક નિયમો બનાવે તેવી માગ કરી છે. આ અરજીમાં રજૂઆત કરી છે કે, હૉટલને દારૂ વેચવાના પરવાના આપતા પહેલા જે-તે હૉટલના ક્લાસ અંગે ચકાસણી કરવી જોઈએ એટલે કે પરવાનગી મેળવનાર હૉટલ કેંદ્ર સરકારના પ્રવાસન વિભાગના નક્કી કરેલા માપદંડો અનુસાર થ્રી સ્ટાર કે તેનાથી વધુ સ્ટાર ધરાવે છે કે નહિ.  અને જો આમ ન હોય તો તેવી હૉટલનું લાયસન્સ રદ કરવાની રજૂઆત કરી છે. જેથી આ પ્રકારની હૉટલની પાસે રહેતા લોકોને પરેશાની ન થાય અરજદારે અરજીમાં એવી પણ રજૂઆત કરી કે પરવાના આપતી વખતે સત્તાધિકારીઓ દિશાસૂચનોનું પણ પાલન નથી કરતા. હૉટલોનું સ્ટેસ ૧૦-૧૫ વર્ષ પહેલા નક્કી કરાયું હતું, જેમાંની ઘણી હૉટલ તે જાળવવામાં નિષ્ફળ ગઈ છે. તમામ હૉટલોના સ્ટેસ અંગે ફરી તપાસ થવી જોઈએ સાથે જ તેમની જગ્યાની પણ ચકાસણી કરી સરકારે ફરી પરવાના આપવા જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here