ભારતનો જડબાતોડ જવાબઃ ૨૨ આતંકવાદી, ૧૧ પાક. જવાન ઠાર

835

પાકિસ્તાની સેના દ્વારા શનિવારના દિવસે ત્રાસવાદીઓને મોટાપાયે ઘુસાડી દેવાના ઇરાદા સાથે કરવામાં આવેલા ગોળીબાર બાદ આજે ભારતીય સેનાએ પાકિસ્તાનને અંદાજ ન હોય તે પ્રકારનો જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાનની હરકત પર ભારતીય સેનાએ આજે એલઓસીના પેલેપાર તોપથી હુમલો કર્યો હતો. એલઓસી પર પાકિસ્તાન તરફથી તોપ ખોલીને અંધાધૂંધ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૩૫થી વધુ આતંકવાદીઓનો ખાત્મો થયો છે જ્યારે ૧૧થી વધુ પાકિસ્તાની જવાનો પણ માર્યા ગયા છે. પાકિસ્તાને પક્ષે ભારતના હુમલામાં ભારે નુકસાન થયું છે. અનેક ત્રાસવાદી લોંચપેંડ પણ ફૂંકી મારવામાં આવ્યા છે. આતંકવાદી કેમ્પોનો સફાયો કરવામાં આવ્યો છે. પાકિસ્તાની ત્રાસવાદીઓમાં આજના હુમલાથી ભારે ખળભળાટ મચી ગયો હતો. કેમ્પોને જોરદારરીતે ફૂંકી મારવામાં આવ્યા છે. ભારતીય સેનાએ તોપખાનાને પાકિસ્તાન તરફ ટાર્ગેટ કરીને હુમલાની શરૂઆત કરી હતી. ૨૦૧૬માં ઉરી ત્રાસવાદી હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઇક, ફેબ્રુઆરી ૨૦૧૯માં પુલવામા હુમલા બાદ એરસ્ટ્રાઇક અને હવે તોપથી હુમલો કરીને ભારતે ત્રીજી સ્ટ્રાઇકને અંજામ આપ્યો છે. પાકિસ્તાન પહેલાથી જ જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદીને લઇને હચમચી ઉઠ્યું છે ત્યારે કાશ્મીરમાં અંધાધૂંધી ફેલાવવાના તેના પ્રયાસો જારી રહ્યા છે. પોકમાં સેનાએ હુમલો કરીને ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવી દીધો છે. પાકિસ્તાન પર ભારતીય સેનાની ત્રીજી સ્ટ્રાઇક ખુબ જ આક્રમક રહી હતી. સાતથી વધારે ત્રાસવાદી કેમ્પોને આજે ફૂંકી મારવામાં આવ્યા હતા અને ૩૫ આતંકવાદીઓ માર્યા ગયા છે. ટીવી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બે ભારતીય સૈનિકોના પાકિસ્તાની ગોળીબારમાં મોત બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાકિસ્તાનના દુસાહસનો જવાબ આપીને આ કાર્યવાહી શરૂ થઇ હતી. અગાઉ પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો હતો જેમાં બે ભારતીય જવાન શહીદ થયા હતા. ત્યારબાદ ભારતીય સેનાએ તરત જ પોક સ્થિત આતંકવાદી કેમ્પો ઉપર હુમલો કર્યો હતો. આતંકવાદી કેમ્પોમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ હતા ત્યારે જ આ હુમલો કરાયો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાન તરફથી તંગધાર સેક્ટરમાં કરવામાં આવેલા ગોળીબારનો જોરદાર જવાબ આપ્યો હતો. પાકિસ્તાને ત્રાસવાદીઓને ઘુસાડી દેવાના ઇરાદા સાથે અગાઉ ગોળીબાર કર્યો હતો. કરતારપુર કોરિડોર ખોલી દેવાનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે બંને દેશો વચ્ચેના સંબંધો ફરી એકવાર વિસ્ફોટક સ્થિતિએ પહોંચી ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ ભારતીય સેનાની કાર્યવાહીમાં પોકમાં નિલમ ખીણમાં સાત ત્રાસવાદી કેમ્પોને ફૂંકી મારવામાં આવ્યા હતા. ભારત તરફથી આ કાર્યવાહી તંગધાર સેક્ટરના બીજી તરફ પોકમાં કરવામાં આવી હતી. સેનાએ પાકથી સંચાલિત ત્રાસવાદી અડ્ડાઓ ઉપર તોપથી બોંબ વર્ષા કરી હતી.

પાકિસ્તાનને આમા મોટાપાયે નુકસાન થયું છે અને અનેક આતંકવાદી કેમ્પ અને લોંચપેડ ફુંકાઈ ગયા છે. પાકિસ્તાન તેના માર્યા ગયેલા સૈનિકો અને આતંકવાદીઓની સંખ્યા અંગે માહિતી આપી રહ્યું નથી પરંતુ તેને અભૂતપૂર્વ નુકસાન થયું છે. પાકિસ્તાને હજુ સુધી માત્ર એક જ જવાનના મોતની વાત કરી છે જેનું નામ લાન્સનાયક જાયેદ આપ્યું છે. ભારતની કાર્યવાહીમાં પાકિસ્તાનના ૨૫થી વધુ જવાનો ઘાયલ પણ થયા હોવાની વિગતો મળી છે જે પૈકી મોટાભાગના જવાનો ગંભીરરીતે ઘાયલ થયા છે.

Previous articleકાશ્મીર મુદ્દે આકરુ વલણ, વડાપ્રધાન મોદીએ તુર્કીનો પ્રવાસ રદ કર્યો
Next articleઉત્તરાખંડમાં ભેખડ ધસી પડતા આઠના થયેલ મોત