ન.પ્રા.શિ. સમિતિના ચેરમેન, ડે.ચેરમેન અને શાસનાધિકારીની શુભેચ્છા મુલાકાત

0
716

તા.૧૮-૧૦-૧૯ ના રોજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-ભાવનગર શહેર ની નવી કારોબારીએ તમામ સભ્યો સાથે ન.પ્રા.શિ.સમિતિના ચેરમેન નિલેશભાઈ રાવલ ડે.ચેરમેન મહેન્દ્રસિંહ ગોહિલ અને શાસનાધિકારી યોગેશભાઈ ભટ્ટ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.કારોબારીના સભ્યોનો પરિચય કરાવવામાં આવ્યો હતો.ચેરમેન એ સમિતિના બાળકો માટે અને શિક્ષકો માટે સંઘ દ્વ્રારા નાવીન્યપૂર્ણ કામ થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવેલ.

આ સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કે જે ૨૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ પ્રાથમિક શિક્ષણ થી શરૂ કરી યુનીવર્સીટી સુધી સંગઠનો ના વ્યાપ સાથે કામ કરે છે તેનું દર ત્રણ વર્ષે યોજાતું રાષ્ટ્રીય અધિવેશન આ વર્ષે ગુજરાતમાં ગણપત યુનિ.,ખેરવા,મહેસાણા ખાતે તા.૮-૯-૧૦ નવેમ્બર ના રોજ યોજવાનું છે.તેનું આમંત્રણ પણ આપવામાં આવ્યું.

સમિતિના શિક્ષકોના જરૂરી પ્રશ્નો જેવા કે સાતમાં પગાર પંચના સ્ટીકર,સળંગ નોકરી ગણી મળવાપાત્ર ઉ.પ.ધો. આપવા બાબત,એલ.ટી.સી. રકમ ચુકવવા બાબત,સી.પી.એફ ખાતા ખોલવા બાબત અને ચડત રકમ એક સાથે જમા કરવા બાબત,દિવાળીમાં આવતી રજા જાહેર કરવા બાબત,શિક્ષકો અને મુખ્યશિક્ષકોનું સિનીયોરીટી લીસ્ટ જાહેર કરવા બાબત,જી.પી.એફ સ્લીપ આપવા બાબત, વગેરેની  રજૂઆત પણ આ સાથે કરવામાં આવી હતી.ચેરમેનશ્રી અને શાસનાધિકારીશ્રી એ દરેક પ્રશ્નોની જરૂરી ચર્ચા કરી તેના ઝડપથી નિરાકરણ માટે હાજર કે.વ.આચાર્યો ને જવાબદારી સોપવામાં આવી.

ચેરમેન અને સમિતિ દ્વારા શિક્ષકોના કે બાળકોના પ્રશ્નો માટે હંમેશા હકારાત્મક રીતે કામ કરવામાં આવ્યું છે.તેમજ સતત ચિંતા કરવામાં આવે છે.હમણા જ સમિતિના બાળકો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ચિત્ર પરીક્ષા,દ્ગસ્સ્જી પરીક્ષા,શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકે તે માટે તેમની ફી ની રૂ.૧,૦૭,૬૫૦ જેવી રકમ મંજુર કરવામાં આવી છે.આ પ્રકારના કાર્યો બદલ સંઘના અધ્યક્ષ મહેશભાઈ મોરી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાજ્યના પ્રાંત સંગઠન મંત્રી અને બોર્ડ મેમ્બર  ભાવિનભાઈ ભટ્ટ-આચાર્ય દડવા હાઈસ્કુલ પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here