ડોક્ટરે ફોન પર નર્સને ઈન્જેક્શન આપવાની સલાહ આપી, યુવતીનો જીવ જતા હોબાળો

4462

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં પેટના દુઃખાવાની સારવાર માટે દાખલ થયેલી એક વિદ્યાર્થીનીનું ઈન્જેક્શન લીધા બાદ મોત નિપજ્યું છે. ત્યારે પરિવારજનોએ હોસ્પિટલ પર મોતનો આરોપ લગાવીને હોબાળો મચાવ્યો હતો અને ખાનગી હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, અડાજણ વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષીય ધ્વની ચૌહાણ ધોરણ-૯માં અભ્યાસ કરે છે. ધ્વનીને શનિવારે રાત્રે પેટમાં દુખાવો ઉપડ્યો હતો. જેના બાદ તેને નજીકના દવાખાને લઈ જવામાં આવી હતી. આ ખાનગી હોસ્પિટલમાં પણ તેને સારું ન થતા ત્યાંથી નજીકમાં આવેલા બીજા ખાનગી દવાખાનામાં લઈ જવામાં આવી હતી. આ હોસ્પિટલમાં ડોક્ટરે ટેલિફોનિક વાતચીત પર જ નર્સને ઇન્જેક્શન આપવાની સલાહ આપી હતી. ઈન્જેક્શન લીધા બાદમાં ધ્વનિની તબિયત વધારે બગડી હતી. તેથી પરિવારજનોએ ફરી ડોક્ટરને ફોન કર્યો હતો. પણ ડોકટર નિખિલ પટેલે હોસ્પિટલમાં આવવાની તસ્દી લીધી ન હતી. જોકે ગણતરીના કલાકો બાદ ધ્વનિનું મોત થયું હતું. ત્યારે પરિવારજનોએ તબીબ પર બેદરકારીનો આક્ષેપ કર્યો હતો અને ફોરેન્સિક તપાસની માંગણી કરી હતી.

Previous articleEPFO મેમ્બરને ૬૦ વર્ષ બાદ પેન્શન ઉપાડવાનો વિકલ્પ અપાશે
Next articleમાતાજીની પૂજામાં સળગતા અંગારા ખાવાનાં ખેલનો વીડિયો વાયરલ