આઈસીસી રેન્કિંગ : ત્રણેય ફોર્મેટમાં ટોપ-૧૦માં સ્થાન મેળવનાર રોહિત શર્મા ત્રીજો ભારતીય

492

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે બુધવારે ટેસ્ટ ક્રિકેટમાં લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી હતી. રોહિત શર્મા ૭૨૨ પોઈન્ટ્‌સ સાથે ટેસ્ટમાં પોતાના કરિયરના શ્રેષ્ઠ દસમા ક્રમે પહોંચી ગયો છે. તે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર પછી ત્રણેય ફોર્મેટમાં ટોપ-૧૦ રેન્કિંગમાં સ્થાન મેળવનાર ત્રીજો ભારતીય બેટ્‌સમેન બન્યો છે.

દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટમાં ૨૧૨ રનની ઇનિંગ્સ રમ્યા પછી રોહિતને ૧૨ સ્થાનનો ફાયદો થયો હતો અને તે હવે ૧૦મા ક્રમે છે. સીરિઝની શરૂઆતમાં રોહિત ૪૪મા સ્થાને હતો, જોકે ૫૨૯ રન ફટકરતાં તેને ત્રણ ટેસ્ટ દરમિયાન ૩૪ સ્થાનનો ફાયદો થયો હતો. તે વનડેમાં બીજા અને ટી-૨૦માં સાતમા સ્થાને છે.

કેપ્ટન વિરાટ કોહલી ટેસ્ટમાં ૯૨૬ પોઈન્ટ્‌સ સાથે બીજા સ્થાને છે. તે પ્રથમ સ્થાને વિરાજમાન સ્ટીવ સ્મિથ કરતાં ૧૧ પોઈન્ટ્‌સ પાછળ છે. કોહલી વનડેમાં ૮૫૯ પોઈન્ટ્‌સ સાથે પ્રથમ સ્થાને છે, તે રોહિત કરતાં ૩૨ પોઇન્ટ આગળ છે. ઉપક્પ્તાન અજિંક્ય રહાણે અંતિમ ટેસ્ટમાં ૧૧૬ રનની ઇનિંગ્સ રમીને ટેસ્ટ રેન્કિંગમાં પાંચમા સ્થાને આવી ગયો છે. તે ટેસ્ટ રેન્કિંગમાં કોહલી અને ચેતેશ્વર પુજારા પછી ભારતનો ત્રીજો શ્રેષ્ઠ બેટ્‌સમેન છે. ઓપનર મયંક અગ્રવાલ ૧૮મા સ્થાને છે. આમ ભારતના પાંચ બેટ્‌સમેન ટોપ-૨૦માં સ્થાન ધરાવે છે. મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ બોલર્સ રેન્કિંગમાં અનુક્રમે ૧૫મા અને ૨૪મા સ્થાને છે.

Previous articleભારત-બાંગ્લાદેશની મેચ જોવા બીસીસીઆઈ મોદી અને શેખ હસીનાને આમંત્રણ આપશે
Next articleઝારખંડ : વિપક્ષના છ સભ્ય ભારતીય જનતા પાર્ટીમાં ઇન