પોલીસનો રોફ જમાવીને પૈસા પડાવતા બે આરોપી ઝડપાયા

363

વડોદરા શહેરમાં નકલી પોલીસ બનીને રૂપિયા પડાવતા બે આરોપીઓની કારેલીબાગ પોલીસે ધરપકડ કરી છે. પોલીસ સમક્ષ બંને આરોપીઓએ પોલીસનો રોફ જમાવીને ૩૬ લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હોવાની કબૂલાત કરી છે. અને પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરની કારેલીબાગ પોલીસને ફરિયાદ મળી હતી કે, આફતાબ અહેમદ હુસેન શેખ(૨૨) (રહે, નાગરવાડા, વડોદરા) અને શાહરૂખ અમાન ઉલ્લાખાન પઠાણે(૨૨) (રહે, મુસ્લીમ મહોલ્લો, નવાપુરા, વડોદરા) એક વ્યક્તિ પાસે પોલીસ હોવાનો રોફ જમાવીને ડોક્યુમેન્ટ ચોરી કરીને આવ્યો છે, તેવી ધમકી આપીને ૭૫૦૦ રૂપિયા પડાવી લીધા હતા.

આ ફરિયાદના આધારે કારેલીબાગ પોલીસે બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. બંને આરોપીઓ ભૂતડીઝાપા બાળ-ગોકુલમ પાસે બાઇક પર બેઠા હોવાની પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે બંને આરોપીઓને પકડીને આકરી પૂછપરછ કરતા બંને આરોપીઓએ નકલી પોલીસ બનીને લોકો પાસેથી પૈસા પડાવતા હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે પકડાયેલા બંને આરોપીઓ પાસેથી એક બાઇક, ૩ મોબાઇલ અને ૨૦,૫૦૦ રૂપિયા રોકડા જપ્ત કર્યાં છે. બે પૈકી એક આરોપી આફતાબ મહેમદ હુસેન શેખ આ અહાઉ પણ કારેલીબાગ અને વાપી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાઇ ચૂક્યો છે.

Previous articleપ્રવાસીઓની સેફટી શું..?!! સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે રિવર રાફટિંગ કાર્યસ્થળે યુવાન તણાયો
Next articleયુવકે મહિલાની છેડતી કરતા બેભાન થયેલી મહિલા સિવિલમાં સારવાર હેઠળ ખસેડાઈ