કલાસંઘ દ્વારા ઓપન ભાવનગર રંગોળી સ્પર્ધા

486

ભાવનગર કલા સંઘ આયોજીત સતત ૧૧માં વર્ષે ભારતની ઉત્સવ પંરપરાનાં ભાગરૂપે ઓપન ભાવનગર રંગોળી સ્પર્ધા-ર૦૧૯નું આયોજન આજરોજ શહેરની મધ્ય ઘોઘાસર્કલ ખાતે થયેલ. જેમાં આ સ્પર્ધા વિવિધ ત્રણ વિભાગમાં યોજાયેલ. જેમાં ૧રપથી વધુ સ્પર્ધકોએ ઉત્સાભેર ભાગ લઈ અનેકવિધ માધ્યમોમાં સ્પર્ધકોએ વિવિધતાદર્શી રંગોળનું મૌલિક સર્જન કર્યુ હતુ. દરેક વિભાગમાં ઉત્તમકૃતિઓને વિશેષ પુરસ્કાર આપી બહુમાન કરાયું હતુ. તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રશસિતપત્ર આપવામાં આવ્યા હતા. વિવિધ પ્રકારની અનેક અને અન્ય રંગોળી કૃતિઓએ ભાવનગરી કલાપ્રિય જનતા માટે અનેરૂ આકર્ષણ ઉભુ કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમ કલાસંઘની સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ અને સફળ આયોજન થયેલ.

Previous articleભાવનગર શહેર ભાજપ દ્વારા  આતશબાજી કરવામાં આવી
Next articleરાણપુરની બેન્ક ઓફ બરોડાનું એટીએમ ૨ મહીના કરતા વધુ સમયથી બંધ હાલતમાં, ગ્રાહકોની દિવાળી બગાડશે