ભાવનગર ધોબી સોસાયટી પાસેથી જુગાર રમતા પાંચ શકુનીઓ ઝડપાયા

542

મ્હે/. આઇ.જી.પી. અશોકકુમાર યાદવ સા. ભાવનગર વિભાગ ભાવનગરનાઓ તરફથી દારૂ/જુગાર અંગેના ગુન્હાઓ શોધી કાઢવા ઝુંબેશ હાથ ધરેલ હોય જે અન્વસયે ભાવનગર જિલ્લાના મે. પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠોડ  તથા ના.પો.અધિ. એમ.એચ.ઠાકર તેમજ બોરતળાવ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ .  કે.એમ.રાવલ સા. માર્ગદર્શન સુચના હેઠળ ડી.સ્ટા ફનાં માણસો એ.એસ.આઇ. પી.પી.રાણા તથા હેડ કોન્સ ડી.કે.ચૌહાણ, પી.ડી.ગોહીલ તથા પો.કોન્સઇ. હીરેનભાઇ સોલકી, કુલદીપસિંહ કનકસિંહ, મહીપાલસિહ ગોહીલ તથા વુ.પો.કો નીલમબેન વિરડીયા એ રીતેનાં પો.સ્ટે . વિસ્તા રમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાચન બાતમીરાહે હકીકત મળેલ કે, ભાવનગર ધોબી સોસાયટી કુવા પાસે અવાવરુ જગ્યા પાસે જાહેરમાં અમુક ઇસમો ગોળ કુડાળુવળી પૈસા-પાના વતી તીનપતીનો હાર-જીતનો જુગાર રમે છે તેવી બાતમીનાં આધારે રેઇડ કરતા સદરહું જગ્યાએથી (૧) તોફીકભાઇ બચુભાઇ કુરેશી (૨) અલ્તાફભાઇ ઉર્ફે લાલો અહેમદભાઇ ઘોઘારી (૩) આસીફ ઉર્ફે બાદસા ઉસ્માનભાઇ ગોરી (૪) ઇલીયાસ ઉર્ફે ઇલુ મન્સુરભાઇ બીલખીયા (૫) હનીફભાઇ રસુલભાઇ શેખ કુલ રોકડ રૂપીયા ૧૦,૮૦૦/- રહે. તમામ ભાવનગરવાળાઓ મુદૃામાલ સાથે પકડાઇ જઇ પાચેય ઇસમો વિરૂધ્ધ જુ.ધા. કલમ ૧૨ મુજબનો ગુન્હોળ કરેલ હોય જેથી તેના સામે ધોરણસર થવા સાથેનાં હેડ.કોન્સલ. ડી.કે.ચૌહાણે ફરીયાદ આપેલ હતી.

Previous articleભાવનગર શિશુવિહાર સંસ્થા માં વાર્ષિક સ્નેહ મિલીન યોજાયું
Next articleવિભાવરીબેન દવેનો ભાવનગર પ્રવાસ કાર્યક્રમ