ઑસ્ટ્રે.ની આજે શ્રીલંકા સામે પ્રથમ મૅચઃ સ્મિથ, વોર્નરનો ટી-ટ્‌વેન્ટી ટીમમાં પુનઃપ્રવેશ

502

સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર શ્રીલંકા સામે ત્રણ મેચમાંની રવિવારે પહેલી મેચમાં ટૂંકી મુદતની ક્રિકેટમાં પાછા ફરશે અને બંનેની આવતા વર્ષે ઘરઆંગણે યોજાનાર ટી-૨૦ વર્લ્ડ કપમાં રમવા માટે પસંદગી થવાની પૂરી શક્યતા છે.

આ બંને સ્ટાર બેટ્‌સમેનને ઑસ્ટ્રેલિયાની ટીમના દક્ષિણ આફ્રિકા ખાતેના છેલ્લા પ્રવાસમાં કેપટાઉન મધ્યેની ટેસ્ટ મેચમાં બોલ ટૅમ્પરિંગ બદલ પોતાની સંડોવણી બદલ એક વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા, પણ હવે તેઓ રાષ્ટ્રની ટેસ્ટ, વન-ડે તથા ટી-૨૦ ટીમમાં પણ પાછા ફર્યા છે. અન્ય પ્રકારની ક્રિકેટમાં ભારે સફળતા મેળવવા છતાં, ઑસ્ટ્રેલિયાએ ટી-૨૦ વર્લ્ડ કપ ક્યારેય જીત્યો નથી અને ૨૦૧૦ની સ્પર્ધામાં ફાઈનલ પ્રવેશ તેનો શ્રેષ્ઠ દેખાવ રહે છે.

શ્રેણીની પહેલી મેચ એડિલેઈડમાં રમાવા પછી બીજી ત્રણ દિવસ બાદ બ્રિસ્બેનમાં રમાશે અને આખરી મેચનું ૧લી નવેમ્બરે મેલબર્નમાં આયોજન કરાશે.

Previous articleબાંગ્લાદેશને મોટો ઝટકો, કેપ્ટન શાકીબ અલ હસન પર કાનૂની કાર્યવાહી થશે
Next articleરીદ્ધિમાન સાહાનાં ઘરે પારણું બંધાશે, બીજી વખત પિતા બનશે