નાગાલેન્ડ શાંતિ સમજુતિ પર વાટાઘાટો અંતિમ તબક્કામાં

1369

નાગાલેન્ડ શાંતિ સમજુતી પર કેન્દ્ર સરકાર અને એનએસસીએન વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે. આની સાથે જ નાગાલેન્ડ અને મણિપુરમાં હાઈએલર્ટની જાહેરાત કરી દેવામાં આવી છે. અધિકારીઓને શંકા છે કે વાતચીતના પરિણામથી કેટલાક સંગઠનોમાં નારાજગી ફેલાઈ શકે છે. નાગાલેન્ડના ડીજીપી લોન્ગકુમરે આજે માહિતી આપતા કહ્યું હતું કે, આશરે ૬૦ વર્ષના ગાળાથી લટકેલા નાગા શાંતિ સમજુતિ પર કરાર કરવાની બાબત સૌથી મુશ્કેલી દેખાઈ રહી છે. નાગાલેન્ડના ડીજેપી લોન્ગકુમરે કહ્યું છે કે, સશસ્ત્ર પોલીસની સાત રિઝર્વ બટાલિયોનોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાંત બે મહિનાના રેશનિંગ અને ફ્યુઅલનો જથ્થો પણ રાખવામાં આવ્યો છે. મણિપુરમાં ઉખરુલ જિલ્લામાં વહીવટી તંત્રએ સિવિલ સપ્લાય વિભાગ પાસેથી જરૂરીચીજવસ્તુઓ જમા કરવા માટે કહી દેવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારની પ્રતિકુળ સ્થિતિ ઉભી થવાની સ્થિતિમાં સપ્લાયને અસર ન થાય તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે. ઉખરુલમાં જ એનએસસીએન મહાસચિવનો જન્મ થયો હતો. નાગાલેન્ડની બહાર સૌૈથી વધારે નાગા વસ્તી મણિપુરમાં રહે છે. અહી પોલીસ વહીવટી તંત્રએ ઈમ્ફાલ વેસ્ટ જિલ્લાના તમામ કર્મીઓની રજા રદ્દ કરી દેવામાં આવી છે. એનએસસીએનની પ્રથમ માંગ એ છે કે, એવા તમામ ક્ષેત્રોનું એકીકરણ કરવામાં આવે જ્યાં નાગા વસ્તી રહે છે. મણિપુરમાં હમેશા આને લઈને નારાજગી રહી છે. આ સંદર્ભમાં માહિતી આપતાપોલીસ અધિકારીઓ અને ટોપના સરકારી લોકોએ કહ્યું છે કે, આ સમજુતી હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. નાગાલેન્ડ અનિક્ષિતતા માટે રહેવા તૈયાર નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, કેટલાક સંગઠનો નિર્ણય સાથે સહમત ન થાય તેમ બની શકે છે.

સિવિલ સોસાયટી અને સ્ટુડન્ટ યુનિયન દ્વારા પહેલાથી જ વાતચીતથી બહાર રાખવાને લઈને નારાજ દેખાઈ રહ્યા છે. પ્રભાવસારી નાગા વિદ્યાર્થી ફેડરેશન દ્વારા બુધવારના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક આવેદન પત્ર સોંપીને નાગા રાષ્ટ્રીય ધ્વજ દ્વારા નાગા ઓળખને અસ્તિત્વ આપવાની માંગ કરી છે. કેન્દ્ર સરકાર અને એનએસસીએન વચ્ચે વાતચીતના અંતિમ તબક્કામાં જુદા જુદા ધ્વજ અને બંધારણને લઈને ગતિરોધ ખતમ કરવામાં સફળતા મળી ન હતી. બંને પક્ષો આના પર ફરી વાતચીત કરવા તૈયાર થયા છે. સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, પ્રથમ બેઠક છેલ્લી વાતચીતથી પહેલા મુદ્દાને હળવા કરવાને લઈને મુકવામાં આવી હતી. કોઈ નિર્ણય પર પહોંચવા માટે કરવામાં આવી ન હતી. મોદીએ ઈન્ટરલોક્યુટર અને નાગાલેન્ડના રાજ્યપાલ આરએન રવિ માટે શાંતિ સમજુતિ પર પહોંચવા ૩૧મી તારીખ નક્કી કરી હતી. પ્રતિકુળની સ્થિતિને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે.

આગામી દિવસોમાં નાગાલેન્ડ શાંતિ સમજુતિ પર વાતચીત અંતિમ તબક્કામાં પહોંચશે. આને લઈને ઉત્તર પૂર્વ રાજ્યોમાં હાઈએલર્ટની જાહેરાત કરી દેવામાં આવી છે.

Previous articleક્યાર વાવાઝોડાની અસરના કારણે હવામાનમાં ફરી પલ્ટો
Next articleહરિયાણામાં ખટ્ટરના આજે સતત બીજી વાર મુખ્યમંત્રી તરીકે શપથ