૨૦૧૭માં ખોડિયારનગરમાં ટાઇમબોંબ પ્લાન્ટ કરનાર મુખ્ય આરોપી ઝડપાયો

880

રાજકોટમાં બે વર્ષ પૂર્વે ખોડીયાર નગરમાંથી મળી ટાઈમબોંમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. જો કે ટેકનિકલ ખામીના કારણે ટાઈમબોંમ્બ ફૂટયો ન હતો. જેથી મોટી હોનારત થતા બચી ગઈ હતી. ત્યારે છેલ્લા બે વર્ષથી ટાઈમબોંમ્બ પ્લાન્ટ કરનાર મુખ્ય આરોપી દિનેશ ગીણોયા ફરાર હતો. જેની રાજકોટ એસઓજીએ ધરપકડ કરી છે.

છેલ્લા બે વર્ષથી ગુજરાત એટીએસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને રાજકોટ પોલીસ જેને શોધી રહી હતી તે દિનેશ ગીણોયા એક બાદ એક સ્થળ બદલી રહેતો હતો. રાજકોટ એસસોજીના હાથે મુખ્ય આરોપી દિનેશ ગીણોયા ત્યારે ઝડપાયો જ્યારે તેણે જામીન પર છુટેલ પ્રેમિકા અંજુના ઘરે મળવા જવા માટે અંજુને કોલ કર્યો. ૧૪ ફેબ્રઆરી ૨૦૧૭ના રોજ દલપત વ્યાસ નામના વ્યક્તિ ના ઘરની બહાર દેશી ટાઈમબોંમ્બ મુકવામાં આવ્યો હતો. રાત્રીના સમયે આ બોંમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. બોંમ્બ પ્લાન્ટ કરનાર મુખ્ય આરોપી દિનેશ ગીણોયા પોતે ઇલેક્ટ્રીશિયન હોવાથી દેશી ટાઈમ બોંમ્બ બનાવવાની પદ્ધતિ જાણતો હતો. જેના કારણે તેણે તેની પ્રેમિકા અંજુનું ઘર પચાવી પાડનાર દલપત વ્યાસના ઘરની બહાર બોંમ્બ પ્લાન્ટ કરવાનુ નક્કી કર્યું હતું. ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ રાજકોટ પોલીસને શંકાસ્પદ વસ્તુ મળી આવ્યાનો ફોન આવતાની સાથે માલવિયા નગર પોલીસ, એસસોજી તેમજ બોંમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સહિતની ટીમે ઘટના સ્થળ પર પહોંચી બોંમ્બ થી સૌ પ્રથમ લોકોને દૂર કર્યા હતા. જે બાદ બોંમ્બને ડિસ્પોઝ કરવામાં આવ્યો હતો.

Previous articleસુરતમાં જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ ૯૦ લાખના દાગીનાની લૂંટથી ખળભળાટ
Next articleરિપેરિંગ કામના કારણે દિવાળી બાદ ૨૦ દિવસ સુધી બંધ રહેશે સુભાષ બ્રિજ