“મૄત્યુ મહોત્સ્વ”

619

જન્મ અને મૄત્યુ એક મહોત્સ્વ છે,એક પ્રસંગ પણ છેબંનેના આગમનથી જીવાત્માની યાત્રાનો પ્રારંભ થાય છેજન્મ સમયે આપણે ખૂશી વ્યક્ત કરતા હોઈએ છીએપણ મૄત્યુ આપણને ભયાનક લાગે છેતે દરેક પ્રાણી માટે દુ:ખદાયી પણ છેતેથી આપણે હંમેશા મૄત્યુથી ડરતા હોઈએ છીએકેટલાક લોકો મૄત્યુને પ્રેમથી વહાલું કરતા હોય છેકંટાળી આપઘાત કરી લેતા હોય છેઆમતો મૄત્યુ આપણા માટે જટીલ સમસ્યા બની જાય છેહકીકતમાં મૄત્યુ આપણુ નવુ મુકામ બનીને આવે છેએવી  રીતે જન્મ પણ આપણને નવા મુકામ તરફ દોરી જાય છેજોકે આપણે બંને ઘટનાઓનો આનંદ જાતે માણવા સક્ષમ કે સબળ હોતા નથીએટલેકે આપણે પોતે  અનેરા ઉત્સવની મોજ ઉઠાવી શકતા નથીઆપણે બંને ઘટના સમયે સભાન હોતા નથીજન્મ સમયે આપણે રડતા હોઈએ છીએપણ સગાવાહલા આપણા આગમનથી ખૂશ થઈ આનંદની છોળો ઉડાવતા હોય છેજ્યારે મૄત્યુ સમયે સગાવાહલા રડતા હોય છેઆપણે ઇશ્વર સાથેના સંવાદનો આનંદ ઉઠાવાનો લહાવો લેતા હોઈએ છીએહું આને એક સિક્કાની બેબાજુઓ સમજુ છુંજ્યાં સુધી કોઈ પણ સિક્કાને બંને બાજુઓ પ્રાપ્ત થતી નથીત્યાં સુધી કોઈ પણ સિક્કો ચલણમાં આવી શકતો નથીજીવાત્માએ પણ જન્મ અને મૄત્યુ રૂપી ઘટતી ઘટનાઓને એક ચલણી સિક્કાની માફક સ્વિકારી લઈ લખચોરાશી યોનીની યાત્રા કરવી રહીમને મૄત્યુનો કદી ડર લાગતો નથીહું જન્મ કે મૄત્યુને એક સહજ ઘટના તરીકે લેવા આપ સૌને અનુરોધ કરુ છુંવિવિધ યાત્રા પ્રવાસે નીકળેલો યાત્રાળુ એક પછી એક બસ અથવા ટ્રેન કે હવાઈ જહાજ બદલતો રહે છેતેમ આપણે પણ જુદીજુદી યોનીમાં અવતાર ધારણ કરતા રહીએ છીએઆપણી  યાત્રામાં ઘણીવાર અમુક પરીવહનમાં થયેલી યાત્રા જીવન પરીયંત યાદ રહી જાય છેતેમ જીવાત્માની કેટલિક યોનીમાં થયેલી અવતારી યાત્રા યાદગાર બની જતી હોય છેઅર્થાત આત્મકલ્યાણનું પુણ્ય કમાય લઈઆત્મ શુદ્ધિનું લક્ષ્ય પણ હાંસલ થઈ શકતું હોય છેઆવું પુણ્ય કોઈવાર આત્માને પરમેશ્વરનો અંશ બનાવી દે છેઆપણે  બધી બાબતોથી અળગા રહી જીવનની નાવ ચલાવતા રહીએ છીએલક્ષ્ય ભટકેલી આપણી નાવ કિનારા સુધી પહોંચી શકતી નથીસંસારસાગરમાં સૄષ્ટિના પ્રલય સુધી આપણી મંજીલથી ભૂલી પડેલી નાવ ભટકતી રહે છેમાટે કહેવાનું મન થાય:

જીવનના રહસ્યોનો ઉકેલ કોઈ ધર્મગ્રંથોમાં નથી જોવા મળતો,

આત્મકલ્યાણનો માર્ગ કોઈ મંદીર કે મસ્જીદમાં શિષ જુકાવી નથી જડતો

 

આત્માને ઓળખી લેવા ભીતરના ભેરુનો સંગ કરવો પડે છેતેને શોધવા બાહ્ય આડંબર ત્યજવો પડે છેએકાંતના આંગણે પ્રતિક્ષા કરવાથી ભીતરનો ભેરુ મળી જાય છેમારો ઉતરાર્ધ શરુ થઈ ગયો છેહું મારા ભીતરના ભેરુની શોધમાં મારા એકાંતના આંગણે ડેરો જમાવી બેસી જાવ છુંતેનો મિઠો ટહુકો કોયલના ટહુકા કરતા પણ વધુ આનંદ આપે છેતેનો થોડો સંવાદ પણ કોલેજના શિક્ષણથી ભવ્ય લાગે છેભીતરના જ્ઞાન જેવો પ્રકાશ કોઈ પણ યુનિવર્સીટી આપી શકે નહિમને બંધ આંખે તેનો ઉજાસ દૄષ્ટિપાત થાય છેનિરંતર સૂર્યની માફક પ્રકાશતો ભીતરના જ્ઞાનનો ઉજાસ મને દિશા દર્શન કરાવે છેઅજ્ઞાનથી સબડતા ઘોર અંધકાર વચ્ચે સંસારસાગરમાં મારી નાવ અંતર કાપી રહી છેમૄત્યુનો મુકામ કઈ વેળાએ આવી પહોંચશે તેની મને ખબર  હોવા છતાં ઉર આનંદથી છલોછલ ઉભરાય છેજેમ એક યાત્રાળુ વધુ ને વધુ સ્થળ જોવાનો ભૂખ્યો હોય છેતેમ હું પણ મારા અવનવા સેવા ક્ષેત્રોમાં કદમ ઉપાડવાનું ચૂકવા માગતો નથીજોકે મારી ઇચ્છા મુજબ મારા કદમ ઉપડતા નથીથાકેલા ચરણો શી રીતે ગતિ પકડી શકેપ્રવાસનો છેલ્લો સમય હોય ત્યારે પ્રવાસી થાકે જરૂર છેપણ થાકીને પરત ફવા યાત્રા ટુંકાવતો નથીતેમ હું પણ મારા ઉતરાર્ધમાં સેવા ક્ષેત્રમાં ઉતાવળ કરવા માગતો નથીમાણસને ઇશ્વરની કૄપા વિના સફળતા મળતી નથીતેની મને ખબર છે,એટલે હું માત્ર મારો યત્ન કરતો રહુ છુંસફળતા ઇશ્વરની ઇચ્છા હશે તો અવશ્ય મળશેતે મંત્ર મારુ ચાલક બળ પુરવાર થયુ છે.

 

મૄત્યુ શું છેપ્રશ્ન બધાનો માથાનો દુ:ખાવો સાબીત થયો છેતેને ટાળવા માણસ અધિરો બન્યો છેરોજ અવનવા સંશોધન કરી અવનવી ઔષધી શોધી કાઢતો માણસ દુ:ખી શા માટે થઈ રહ્યો છેએક તરફ ઔષધિની ખોજ કરતો માણસ ઊભો છેતો બીજી તરફ ખાદ્ય પદાર્થોમાં ઝેરી દ્રવ્યોની ભેળસેળ કરતો માણસ અડીખમ બનીને ઊભો છેખબર નથી પડતી મૄત્યુને શી રીતે ખાળી શકાશે.

એક મકાન ખાલી કરવાનું કામ ચાલતું હતુએટલામાં કોઈ એક મજૂરનો અવાજ આવ્યો  કબાટ ખૂબ વજનદાર લાગે છેથોડા વધુ માણસોને બોલાવવા પડશેશેઠના કાને તે વાત પડતા  શેઠે થોડા વધુ મજૂરો બોલાવ્યામજૂરો આવી પહોંચ્યાઆવનાર મજૂરોને કબાટ બહાર કાઢવાનો છે કે અંદર લઈ જવાનો છેતે કહેવામાં આવ્યું  હતુતેથી આવનાર મજૂરો કબાટને અંદર ધક્કો મારી કબાટને અંદર લઈ જવા પ્રયત્ન કરતા હતાજ્યારે અગાઉ કામ કરતા હતા તે મજૂરો કબાટને બહાર કાઢવા મથતા હતાબંને વચ્ચે સંકલન  હતુકબાટ શી રીતે બહાર નીકળી શકે? એક માણસ મૄયુને ટાળવા મથે છેબીજો મૄત્યને બોલાવતો હોય તેમ ખાદ્ય પદાર્થોમાં ઝેરી પદાર્થોની આડેધડ ભેળસેળ કરતો રહે છે. વધુ ધન કમાવાની હોડ વચ્ચે જીવતો માણસ પાયમાલ થઈ રહ્યો છેનૈતિક મુલ્યોનો કચ્ચરઘાણ વળી રહ્યો છેભ્રષ્ટ માણસ ભ્રષ્ટાચાર મિટાવવા નીકળ્યો છેસાધુ સંતો ધન દોલતના ઢગલા પર બેસી ત્યાગના ભાષણની મધૂરી મોરલીના સૂર છેડી ધનિકોનું ધન જુટવી રહ્યા છેમતલબી માયાની જાળમાં સૌ ફસાઈ રહ્યા છેત્યારે મૄત્યુના મહોત્સવમાં મહાલવાની કોની તાકાત છે.

 

એક મોટા શેઠ હતાતેને એક દીકરો હતોતે લગભગ અઢાર વર્ષનો થયો હશેએક દિવસ તે મિત્રો સાથે તળાવમાં નહાવા ગયો હતોશેઠના દીકરાનો અચાનક પગ લપસી જતા તે ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયોતરવૈયાને બોલાવવામાં આવ્યોમહામહેનતે શેઠના દીકરાનું શબ હાથ લાગ્યુ, શેઠ વિલાપ કરવા લાગ્યાએક મહાપુરુષ આવી પહોંચ્યાશેઠને દુ:ખી જોઈ નગરજનોએ મહાપુરુષને મદદ કરવા વિનંતિ કરીમહાપુરુષ બોલ્યા: શેઠ તમારા પુત્રસુખની અવધી પુર્ણ થઈ છેતેથી વ્યથિત થવાનું કોઈ કારણ નથીતમારે તેની પાછળ દાન પુણ્ય કરવાનો આનંદ ઉઠાવવાની તક લેવી જોઈએતેમ કરી તમે મૄત્યુનો મલાજો શોભાવી શકો છોતેનું મહત્વ પણ વધારી શકો છો. શેઠ શાંત પડતા નથીરોકકળ કરી તે માથુ પટકવા લાગે છેનગરજનોની વિનંતિને લઈમહાપુરુષ મૄત્યુ પામેલ શેઠના પુત્રને સજીવન કરી આપે છેસજીવન થયેલો પુત્ર લોકોને હેરાનપરેશાન કરવા લાગે છેશેઠને પણ રોજ ઢોરમાર મારી અધમુવા કરી દુ:ખી દુ:ખી કરી દેતોહવે બધા કંટાળી મહાપુરુષની શોધમાં નીકળી જાય છેરણમાં ગુલાબની શોધ જેવુ કામ અઘરુ હોવા છતાં સૌ મહેનત કરવા લાગી જાય છેવર્ષોની મહેનતના અંતે પેલા મહાપુરુષ અચાનક મળી જાય છેથાકેલા નગરજનો અને શેઠ તેને પાઈ લાગી દીકરાને પુન: મૃત્યુ આપવા અરજ કરે છેમહાપુરુષ વિનંતિને માન આપીશેઠના પુત્રને પુન: મૄત્યુ આપીવિદાય થવા પગ ઉપાડે છેશેઠ તેના ચરણોમાં પડી જાય છેક્ષમાયાચના માગી જીવિત થયેલ પુત્રનું એકાએક વલણ કેમ બદલાયુ પ્રશ્ન મહાપુરુષને સંબોધીને પુછે છેબાપજી હસીને બોલે છે રુણાનુબંધન પુર્ણ થયા પછી એક પણ વ્યવહાર ટકી શકતો નથીસજીવન તમારા પુત્રનો ક્રુરતાનો વ્યવહાર આગામી જન્મનો બદલો હતોતે પુર્ણ  થાય ત્યા સુધી હું પણ આપને મદદ કરી શકુ તેમ  હતોએટલે હું આપને મળવા ઇચ્છતો  હતોઇશ્વરની લીલાને તોડવાનો કોઈનો અધિકાર નથીએટલે મિરાબાઈ ગાય છે. “રામ રાખે તેમ રૈયે ઓધવજી રામ રાખે તેમ રૈયે

          આજકાલ ટેક્નોલોજીના ઉપકર્ણો આપણને જેમ રાખે તેમ રહેવા આપણે ટેવાય ગયા છીએપૄથ્વી પર જાણે આપણો કાયમી કબજો અકબંધ રહેવાનો હોય તેમ આપણે વર્તી રહ્યા છીએપૄથ્વીનો કાયમી પરવાનો તાજો કરી લીધો હોય તેમ માણસ ઉધામા કરી રહ્યો છેમાણસ  પણ જાણતો નથીદુનિયાનો સર્જનહાર તેની સૄષ્ટિને શોભાવવા કયા જીવને તેની કમાંડ સોપવા માગે છેપરમકૄપાળુ પરમેશ્વર દયાળુ છેતેણે મારો અનેક વેળાએ બચાવ કરી જીવનનો પરવાનો તાજો કરી આપ્યો છેહું મારો પરવાનો તાજો કરવો કે નહિતેનો સંપુર્ણ આધાર કર્મફળને આધિન ઇશ્વર અબાધિત સમજુ છુંમને મૄત્યુનો મહોત્સવ પણ માણવો ગમે છેસર્જન અને વિસર્જન ઇશ્વરની લીલા છેઇશ્વરની લીલાનો વૈભવ નીરાળો અને અચરજ પમાડે તેવો હોય છે.

 

યમરાજ પોતાનો હિસાબકિતાબ મેળવી રહ્યા હતાદીવાળીના પર્વનું પાંચમુ પર્વ એટલે ભાઈબીજ  દિવસે દરેક ભાઈ પોતાની બહેનના ઘરે જમવા જવાની પરંપરા આપણે ત્યાં વર્ષોથી ચાલે છે પરંપરા દેવલોકમાં હોવાનો ઉલ્લેખ આપણને શાસ્ત્રોમાં મળી આવે છેઉપર મુજબની વાઈકા મુજબ યમરાજના બહેન યમુના પોતાના બંધુને ભોજન માટે બોલાવવા આવે છેયમરાજ પોતાનું કાર્ય પતાવી બહેન યમુના સાથે ભોજન લેવા યમનાના નિવાસસ્થાને આવી પહોંચે છેયમરાજ ભોજન લઈ પાછા ફરતા પહેલા બહેનને દક્ષિણા આપવા પોતાનો હાથ લંબાવે છેબહેન યમુના દક્ષિણા સ્વિકારતા પહેલા વચન માગે છેકોઈ પણ ભાઈ પોતાની બહેનના ઘરે ભાઈબીજના દિવસે ભોજન લેવા પધારી બહેનનો આશિર્વાદ પ્રાપ્ત કરશેતેને મૄત્યુ સમયે યમલોક દ્વારા આપવામાં આવતી પીડા સહન કરવી પડશે નહિયમરાજ બહેન યમુનાને તથાસ્તુ કહી વિદાય થાય છે.

વાર્તાનો સાર માત્ર પિડામાંથી મુક્તિ મેળવવાનો નથીપણ વ્યક્તિના કર્તવ્ય પ્રત્યેની નિષ્ઠા પણ સુચવે છેઆપણને  વાર્તાના પ્રસંગ દ્વારા બહેનની લાગણી અને માગણી એમ બંનેનું સન્માન થતુ જોવા મળે છેકોઈ પણ ભાઈ તેની બહેનના ઘરે ભોજન લેવા જશેતો તેને પોતાની બહેનની લાગણીના સરોવરમાં ડૂબકી મારી પિડિતોની પિડાનું દર્શન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થશેમાનવતાની મહેંક માણવા મળશે. જિંદગી સાથે દોસ્તી બાંધતી મારી કવિતાથી મંગળાચરણ કરીશ.

 

           “જિંદગી

શબ્દ થઈ વહી ગયો ગગનમાં,ફૂલ બની મહેંકી ગયો ચમનમાં,

કાશ હવે મળે તું કોઈ બીજા જન્મમાં;

લાખ લુટાયા હશે સપના,

ઉડી હશે ઉંઘ રાતમાં.

તારી સફર  બની ગઈ છે,

પવનની લહેરખી,

દોસ્ત જિંદગી આવેને જાય,

થાય સફર મુલકની,

અંધારા થાય અજવાળા થાય,ચાલે ઘટમાળ જીવનની.

એક સમય હતો, એક દિવસ હતો, એક મજાનો મુકામ હતો,

ભલુ કરવાનો તરવરાટ હતો.

પાસે બેસી કરતો મિઠી વાત,

સંવાદની સાંકળ રચી ઉરમાં ભરતો હામ.

ઝગમગ કહે થઈ ગઈ કહાની હવે નથી રઈ જીન્દગાની,

દૂર નીકળી ગયા તમે,અહીં રહ્યા અમે,

લટાર મારી આવજો વળી આદરીશુ કામ,

અમે અને તમે.

કાશ, કામણ કરે સમય કોઈ લઈ આવે મોજ મળવાની.

(લેખક:- લાભુભાઈ ટી. સોનાણી)

અનુભવના ઓટલે અંક ૩૨

Previous articleઘોઘા બંદરે 2 નંબર નું સિગ્નલ લગાડવામાં આવ્યું
Next articleઅમદાવાદ સહિત રાજ્યભરમાં છઠ મહાપર્વની ઉજવણી કરાઈ