દિલ્હીમાં ખતરનાક પ્રદૂષણ મુદ્દે સુપ્રીમની તમામને તીવ્ર ફટકાર

1316

નવીદિલ્હી, તા. ૪
દિલ્હી-એનસીઆરના ગેસ ચેમ્બરમાં ફેરવાઈ જવાને લઇને સુપ્રીમ કોર્ટે આજે લાલઆંખ કરી હતી. સાથે સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારને ખુબ કઠોર ફટકાર લગાવી હતી. દેશની સુપ્રીમ કોર્ટે આને જીવવાના અધિકારના ભંગ તરીકે ગણાવીને ફટકાર લગાવી હતી. કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને પ્રશ્ન કર્યો હતો કે, આખરે તમે હવાઈ પ્રદૂષણને દૂર કરવા અને પવનને વધુ ગુણવત્તાયુક્ત ફરી બનાવવા કયા પગલા લેવામાં આવી રહ્યા છે. બીજી બાજુ કોર્ટે હરિયાણા અને પંજાબ સરકારને પણ પ્રશ્નો કરીને ખેતરોમાં બિનઉપયોગી વસ્તુઓને સળગાવી દેવાના મુદ્દા પર પ્રશ્નો કર્યા હતા. ખેતરોમાં બિનજરૂરી કચરાને સળગાવી દેવાના મામલે દિલ્હીમાં પણ સુપ્રીમમાં મામલો આવ્યો હતો. સુપ્રીમ કોર્ટ હવે આ સમગ્ર મામલામાં બુધવારના દિવસે સુનાવણી કરશે.
સુપ્રીમ કોર્ટે ખેતરોમાં ખેતી સાથે સંબંધિત કચરાને સળગાવી મુકવા અને પ્રદૂષણના મુદ્દા ઉપર પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવને ઉપÂસ્થત થવા સમન્સ જારી કર્યા હતા. આ ઉપરાંત કેન્દ્ર અને દિલ્હી સરકારને નિષ્ણાતોની મદદથી પ્રદૂષણને ઘટાડી દેવા માટે પગલા લેવા કહ્યું છે. કોર્ટે કહ્યું છે કે, ખેતરોમાં બિનજરૂરી કચરાને સળગાવવાને લઇને ગ્રામ પ્રધાનો, સ્થાનિક પોલીસ અને અધિકારીઓ અંકુશ મુકી શકતા નથી. આ સંબંધિત લોકોને તેમના હોદ્દા પરથી દૂર કરવાની જરૂરિયાત દેખાઈ રહી છે. દિલ્હી, પંજાબ, હરિયાણા,
ઉત્તરપ્રદેશમાં વિજળી ન કાપવા માટે કહેવામાં આવ્યું છે. કોઇ ડિઝલ જનરેટરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી તેની ખાતરી કરવા માટે આ હિલચાલ ચાલી રહી છે. બીજી બાજુ રાજ્યોની એક ઉચ્ચ અધિકાર પ્રાપ્ત સમિતિઓની બેઠક યોજાવવા જઇ રહી છે. છઠ્ઠી નવેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટમાં આ સંદર્ભમાં રિપોર્ટ રજૂ કરવામાં આવનાર છે.
કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારને કોઇ રસ્તો શોધીને પ્રદૂષણની સમસ્યાને હળવી કરવી જાઇએ. શહેરમાં હવે કોઇ રુમ અને કોઇ આવાસો સુરક્ષિત રહ્યા નથી. પ્રદૂષણના પરિણામ સ્વરુપે અમે જીવનના કિંમતો વર્ષો ગુમાવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે, દિલ્હીમાં જા કોઇ શખ્સ નિર્માણ અથવા જુની ઇમારતોને તોડવા પર મુકાયેલા પ્રતિબંધનો ભંગ કરે છે તો તેના પર એક લાખ રૂપિયાનો દંડ કરવામાંઆવશે. જા કોઇ વ્યÂક્ત કચરાને સળગાવે છે તો પાંચ હજાર રૂપિયાનો દંડ લાગૂ કરવામાં આવશે. કોર્ટે સ્થાનિક એકમોને આદેશ આપ્યો છે કે, ખુલ્લામાં કચરાને ફેંકતા રોકવાની જરૂર છે. કોર્ટે દિલ્હીમાં ઓડ ઇવન સ્કીમને લઇને પણ પ્રશ્નો કર્યા હતા. શુક્રવાર સુધી ડેટા અને રેકોર્ડ જમા કરવા માટે દિલ્હી સરકારને કહ્યું છે. ઓડ ઇવનથી પ્રદૂષણ ઘટ્યું છે તેની ખાતરી આપવાની રહેશે. દિલ્હીમાં કોઇ જગ્યા સુરક્ષિત રહી નથી. શહેરના લોકો પરેશાન દેખાઈ રહ્યા છે. આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર ચાલી રહ્યો છે. બીજી બાજુ પંજાબ અને હરિયાણાના ખેડૂતોના ખેતર સાથે સંબંધિત કચરાને સળગાવવાને લઇને સુપ્રીમે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમે કહ્યું છે કે, ખેડૂતો પોતાની આજીવિકા માટે અન્યોની જાન લઇ શકે નહીં.

Previous article‘મહા’ વાવાઝોડાની સંભવીત અસરોને લઈ ભાવનગરમાં એનડીઆરએફની ટીમ તૈનાત
Next articleમહારાષ્ટ્રમાં ટૂંકમાં જ નવી સરકાર : ફડનવીસનો દાવો