વિન્ડિઝ સામે સ્મૃતિ મંધાનાએ સર્જેલા શ્રેણીબદ્ધ નવા વિક્રમો

811

એન્ટીગુવા, તા. ૭
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્‌સમેન સ્મૃતિ મંધાનાએ પોતાની ૫૧મી વનડે મેચમાં એક નવો ઇતિહાસ સર્જી દીધો છે. વનડેમાં સૌથી ઝડપથી ૨૦૦૦ રન બનાવનાર ભારતીય મહિલા બેટ્‌સમેન બની ગઈ છે. રેકોર્ડની યાદીમાં નજર કરવામાં આવે તો તે સૌથી ઝડપથી ૨૦૦૦ રન કરવાના મામલામાં વિરાટ કોહલી કરતા પણ આગળ નિકળી ગઈ છે. સ્મૃતિએ આ જાદુઇ રેકોર્ડ એન્ટીગુવામાં વેસ્ટઇÂન્ડઝની સામે સર વિવિયન રિચર્ડસ મેદાન ખાતે બનાવ્યો હતો. ડાબોડી બેટ્‌સમેન સ્મૃતિ મંધાનાએ ત્રીજી અને છેલ્લી વનડે મેચમાં ૭૪ રનની યાદગાર ઇનિંગ્સ રમી હતી. તેઓએ આ ઇનિંગ્સ દરમિયાન યુવા બેટ્‌સમેન જિનીમા રોડ્રીગેજની સાથે પ્રથમ વિકેટની ભાગીદારીમાં ૧૪૧ રનની પાર્ટનરશીપ કરી હતી. ઇજાના પરિણામ સ્વરુપે પ્રથમ બે મેચ નહીં રમનાર મંધાનાએ ૬૩ બોલમાં તોફાની ૭૪ રન કર્યા હતા જ્યારે રોડ્રીગેજે ૯૨ બોલમાં ૬૯ રન બનાવ્યા હતા. ભારતે આ મેચ છ વિકેટે જીતી લીધી હતી. મંધાના અને રોડ્રીગેજની શાનદાર બેટિંગથી મહિલા ક્રિકેટ ચાહકોમાં ઉત્સુકતા વધી હતી. સર વિવિયન રિચડ્‌ર્સ મેદાન પર રમાયેલી આ મેચને લઇને ભારતીય મહિલા ચાહકો પણ ઉત્સુક હતી. ભારતે તમામ ક્ષેત્રોમાં વિÂન્ડઝની મહિલા ટીમ કરતા વધુ સારો દેખાવ કર્યો હતો. વિરાટ કોહલી કરતા પણ ઝડપથી સ્મૃતિએ વનડેમાં આ રન પુરા કર્યા છે.

Previous articleસલમાનની કિક-૨ ફિલ્મ પર ટુંક સમયમાં કામ શરૂ
Next articleહવેથી હોટલો, કેન્ટીન-રેસ્ટોરન્ટની સ્થિતિ ગ્રાહકો તપાસી શકશે : ફ્રૂડ એન્ડ સફેટી વિભાગ