અયોધ્યા પર ફેંસલો : વિવાદાસ્પદ જમીન આખરે રામલલાને સોંપાઈ

0
218

નવી દિલ્હી, તા. ૯
છેલ્લા ૭૦ વર્ષથી ચાલી રહેલી કાયદાકીય લડાઇ, ૪૦ દિવસ સુધી સતત ચાલેલી મેરેથોન સુનાવણી બાદ આખરે આજે અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટે તેનો ઐતિહાસિક ચુકાદો આપી દીધો હતો. સુપ્રિમ કોર્ટે સંપૂર્ણ વિવાદાસ્પદ જમીન રામલલા વિરાજમાનને સોંપવાનો હુકમ કર્યો હતો. સાથે સાથે સુન્ની વક્ફ બોર્ડને અયોધ્યામાં જ કોઈ અન્ય જગ્યા પર પાંચ એકડ જમીન આપવાનો હુકમ કર્યો હતો. આ ચુકાદા પર ભારતભરમાં તમામ લોકોની બાજ નજર રહેલી હતી. રાજકીય રીતે ખુબ જ સંવદેનશીલ ગણાતા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેંચે સર્વસંમંતિથી અથવા તો ૫-૦થી આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. નિર્મોહી અખાડાના દાવાને ફગાવી દેવામાં આવ્યો છે. સાથે સાથે સુપ્રીમ કોર્ટે રામલલા વિરાજમાન અને સુન્ની વક્ફ બોર્ડને જ પક્ષકાર તરીકે ગણ્યા હતા. ટોપની કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા વિવાદાસ્પદ જમીનને ત્રણ હિસ્સામાં વિભાજિત કરવાના નિર્ણયમાં પણ સુધારો કર્યો હતો. આખરે સુપ્રીમ કોર્ટે રામલલા વિરાજમાનની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યુ હતુ કે સુન્ની વક્ફ બોર્ડને કોઇ અન્યત્ર જગ્યાએ પાંચ એકર જમીન આપવામાં આવશે. સાથે સાથે કોર્ટે આદેશ કર્યો હતો કે કેન્દ્ર સરકાર મંદિર નિર્માણ માટે ત્રણ મહિનાનના ગાળામાં એક ટ્‌સ્ટ્રની રચના કરે. આ ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાને પ્રતિનિધીત્વ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. ભરચક ભરેલા કોર્ટ રૂમ નંબર એકમાં ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ આશરે ૪૫ મિનિટ સુધી એક એક કરીને ચુકાદો વાંચ્યો હતો. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે આખરે ૨.૭૭ એકર જમીનની માલિકી હક રામલલા વિરાજમાનને આપી દીધા છે. કોર્ટે કહ્યુ હતુ કે દરેક ધર્મના લોકોને બંધારણમાં એક સમાન સન્માન આપવામાં આવ્યુ છે. સુપ્રીમ કોર્ટના પાંચ જજની બેંચે ચુકાદો વાંચવાની શરૂઆત કર્યા બાદ ઉત્તેજના વધી ગઇ હતી. સુપ્રીમ કોર્ટે આખરે ચુકાદો આપતા વિવાદાસ્પદ જમીન સંપૂર્ણ રીતે રામલલ્લાને આપવાનો આદેશ કર્યો હતો. સીજેઆઇ રંજન ગોગોઇએ કહ્યુ હતુ કે ભારતીય પુરાત્વ સર્વેક્ષણ (એએસઆઇ) પર શંકા કરી શકાય નહીં. તેના અભ્યાસને નજર અંદાજ કરી શકાય તેમ નથી. સુપ્રીમ કોર્ટે નિર્મોહી અખાડાના દાવાને ફગાવી દીધો હતો. સાથે સાથે કહ્યુ હતુ કે તેની અરજી મોડેથી આવી છે. બેંચે કહ્યુ હતુ કે અંગ્રજા આવે તે પહેલા જ રામ ચબુતરા અને સીતા રસોઇની હિન્દુ લોકો પુજા કરતા હતા. રેકોર્ડના તમામ પુરાવા દર્શાવે છે કે વિવાદાસ્પદ જમીનની બહારના હિસ્સામાં હિન્દુઓનો કબજા હતો. બાબરી મસ્જિદનુ નિર્માણ ખાલી જગ્યા પર કરવામાં આવ્યુ હતુ. જમીનની નીચે માળખુ ઇસ્લામિક ન હતુ. એએસઆઇના તારણથી સાબિત થઇ ગયુ છે કે નષ્ટ કરવામાં આવેલા માળખાની નીચે મંદિર હતુ. સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આપ્યો છે તે ૨.૭૭ એકર જમીન સાથે જાડાયેલો છે. અત્રે ઉલ્લેખનિય છે કે અયોધ્યાના ઐતિહાસિક જમીન વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટમાં ૧૬મી ઓક્ટોબરના દિવસે સુનાવણી પૂર્ણ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. સીજેઆઈ આગામી મહિને ૧૮મી નવેમ્બરના દિવસે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. આવી ઉપસ્થિતમાં આનાથી પહેલા આ ઐતિહાસિક મામલામાં ચુકાદો આવી જશે તેમ માનવામાં આવી રહ્યુ હતુ. ઐતિહાસિક ચુકાદો આપનાર બંધારણીય બેંચમાં સીજેઆઈ રંજન ગોગોઈ ઉપરાંત જસ્ટિસ એએસ બોબડે, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસએ નઝીર હતા. અયોધ્યા મામલામાં નિયમિત સુનાવણી નક્કી કરવામાં આવ્યા બાદથી ૪૦ દિવસ સુધી હિન્દુ અને મુસ્લિમ પક્ષોએ પોતપોતાની દલીલો કરી હતી. ૪૦માં દિવસે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ૪૦માં દિવસે સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલે હિન્દુ પક્ષ તરફથી જમા કરવામાં આવેલા એક નક્શાને ફાડી નાંખતા બંને પક્ષોના વકીલોમાં ખેંચતાણ થઇ હતી. આને લઇને સીજેઆઈએ કઠોર પ્રતિક્રિયા આપી હતી. ૪૦માં દિવસે અખિલ ભારતીય હિન્દુ મહાસભા તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ વિકાસસિંહે એક પુસ્તક અને કેટલાક દસ્તાવેજાની સાથે ભગવાન રામના જન્મસ્થાનની ઓળખ કરીને એક નક્શાને રજૂ કર્યો હતો. અયોધ્યામાં રામજન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદમાં ઐતિહાસિક ચુકાદા પહેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ ગઇકાલે શુક્રવારના દિવસે ઉત્તરપ્રદેશના ડીજીપી અને મુખ્ય સચિવ સાથે રાજ્યની ઉપસ્થિત પર ચર્ચા કરી હતી.જસ્ટિસ ગોગોઈએ
આભાર – નિહારીકા રવિયા પ્રદેશના ડીજીપી ઓપી સિંહ અને મુખ્ય સચિવ રાજેન્દ્રકુમાર તિવારી સાથે વાતચીત કરી હતી. તેમને દિલ્હી બોલાવ્યા હતા. આ ગાળા દરમિયાન તેઓએ મજબૂત સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે આદેશ કર્યો હતો. સીજેઆઈ સાથે શું વાતચીત થઇ તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, સીજેઆઈ દ્વારા ઉત્તરપ્રદેશના અધિકારીઓને તમામ પગલા લેવા અને સુરક્ષાની ખાતરી કરવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ઉત્તરપ્રદેશમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તેવી સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે મોડી રાત્રે પ્રદેશના ડિવિઝનલ કમિશનરો, ડીએમ અને ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરીને ઉપસ્થિતની સમીક્ષા કરી હતી. સુપ્રિમ કોર્ટે આજે ૫-૦થી ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો અને નિર્મોહી અખાડાના દાવાને ફગાવી દેવામાં આવ્યો હતો. સુપ્રિમ કોર્ટે રામલલા વિરાજમાન અને સુન્ની વક્ફ બોર્ડને પક્ષકાર તરીકે ગણ્યા હતા.
અલ્હાબાદ હાઈકોર્ટના ૨૦૧૦ના ચુકાદામાં સુધારો કર્યો હતો. આખરે રામલલા વિરાજમાનની તરફેણમાં આ ચુકાદો અપાયો હતો. કેન્દ્ર સરકારને પણ સુપ્રિમ કોર્ટે આદેશ કર્યો છે કે ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવવામાં આવે અને આ ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાને પ્રતિનિધિત્વ આપવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here