ભાવનગર શહેરમાં આસ્થાભેર તુલસી વિવાહની થયેલી ઉજવણી

0
276

સમગ્ર ગોહિલવાડ પંથકની સાથો સાથ ભાવનગર શહેરમાં તુલસી વિવાહની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરનાં વિવિધ વિસ્તારોમાં માતા તુલસીવૃંદા અને ઠાકોરજીનાં વિવાહનો પ્રસંગ ભવ્યતાથી ઉજવવામાં આવ્યો હતો જેમાં શહેરનાં ડાયમંડ ચોક ખાતે ડાયમંડ ચોક મિત્ર મંડળ દ્વારા પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. અહી રાજશ્રીબેન પરમારના લગ્નગીતોનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જયારે ભરતનગર ખાતે ફ્રેન્ડસ ગૃપ તથા મારૂતિ ગૃપ દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ અને ભરતનગરનાં મુખ્ય માર્ગો ઉપર ભવ્ય લાઈટ ડેકોરેશન કરાયું હતુ અને રસ્તાઓને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યા હતા. અહી ભવ્ય આતશબાજી અને બેન્ડવાજાથી સુરાવલી સાથે લાલજી મહારાજનો વરઘોડો આવ્યો હતો અને શા†ોકત વિધી વિધાન સાથે તુલસી વિવાહ યોજાયા હતા. આ ઉપરાંત શહેરનાં કાળીયાબીડ ખાતે રિધ્ધી સિધ્ધી યુવક મંડળ દ્વારા પણ લખુભાઈ હોલ ખાતે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરાયેલ. જયારે શહેરનાં છેવાડે ચિત્રા મસ્તરામબાપા મંદિર ખાતે પણ પરંપરાગત તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. આ ઉપરાંત શહેરનાં નિર્મળનગર આનંદનગર વડવા વિસ્તાર સહિતનાં સ્થળોએ આસ્થાભેર તુલસી વિવાહનું વિવિધ ગ્રુપ અને મંડળો દ્વારા ભવ્યતાથી આયોજન કરવામાં આવ્યું હતુ. તમામ આયોજનોમાં રાજકીય આગેવાનો, આમંત્રીતો તથા નગરજનો સહિત ભાવિકો વિશાળ સંખ્યામાં ઉમટી પડયા હતા અને ઠાકોરજીનાં તુલસી વૃંદા સાથેનાં વિવાદનાં પ્રસંગને માણયો હતો. આ ઉપરાંત ભાવિકો ઠાકોરજીના વરઘોડામાં પણ ભાવપુર્વક જાડાયા હતા અને પ્રસંગનાં સાક્ષી બનવાનો લ્હાવો લીધો હતો.

ભાવનગર ખાતે બોરતળાવ મહાકાળી યુવક મંડળ તેમજ રામજી મંદિર કુમદવાડી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. દર વર્ષની જેમ આ વર્ષે વિશ્વનિયંતા ત્રણેય લોક-ચૌદ રાજલોક અને નવખંડના સ્વામી ભગવાન ઠાકોરજીનો વરઘોડો પરંપરાગત રીતે બોરતળાવ રામજી મંદિર થી સ્થાપનાથ મહાદેવ મંદિર સુધી વાજતેગાજતે નીકળ્યો હતો. અને ભગવાન ઠાકોરજી અને વૃંદાના લગ્નોત્સવની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here