રાણપુર ખાતે મનુભાઈ શેઠની જન્મ શતાબ્દી નિમિતે ફ્રી નિદાન કેમ્પ યોજયો

545

અમદાવાદની સાલ,એલ.જી,ગ્લોબલ,સ્ટરલીંગ હોસ્પિટલમાં સેવા આપતા સ્પેશ્યલ ડોક્ટરોની ટીમ દ્વારા ૬૦૦ કરતા વધુ દર્દીઓનું વિના મુલ્યે(ફ્રી)નિદાન કરવામાં આવ્યુ.

બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ હોસ્પિટલ ખાતે આજરોજ રવિવારે સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી વિના મૂલ્યે(ફ્રી)રોગ નિદાન કેમ્પ યોજાયો હતો.લીંબડી ના વતની અને હાલ મુંબઈ ખાતે રહેતા અને રાણપુરમાં આરોગ્ય ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે જેને રાણપુરમાં ખુબજ મોટુ યોગદાન આપનાર ઉદ્યોગપતિ જતીનભાઈ એમ.શેઠ ના પિતાશ્રી મનુભાઈ એ.શેઠ નું ૨૦૧૯ વર્ષ જન્મ શતાબ્દી વર્ષ તરીકે ઉજવતા હોય ત્યારે ચાલુ વર્ષે મનુભાઈ એમ.શેઠ ના ૧૦૦ વર્ષ પુરા થતા હોય તે નિમિત્તે રાણપુરની શ્રી અમૃતલાલા દલપતભાઈ શેઠ હોસ્પિટલ ખાતે આજરોજ રવિવારે વિના મૂલ્યે(ફ્રી) રોગ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં ૬૦૦ કરતા વધુ દર્દીઓએ આ કેમ્પ નો લાભ લીધો હતો. આ કેમ્પમાં અમદાવાદના ડોક્ટરો કે જે અમદાવાદની પ્રખ્યાત હોસ્પિટલો જેવી કે શાલ હોસ્પિટલ,એલ.જી.હોસ્પિટલ,ગ્લોબલ હોસ્પિટલ,સ્ટરલીંગ હોસ્પિટલમાં સેવા આપતા સ્પેશ્યલ ડોક્ટરો જેમાં કાર્ડીયોલોજીસ્ટ-ડો.તરૂણ દવે(હદય રોગ નિષ્ણાંત)તેમની સાથે આસીસ્ટન ડો.પી.એમ.પટેલ તથા ડો.રાજેશ દવે,ગેસ્ટ્રો ફીઝીશ્યન-ડો.શુશીલ નારંગ(પેટને લગતી દરેક બીમારીના નિષ્ણાંત),ન્યુરો એન્ડ સ્પાઈન સર્જન-ડો.સુવિધ કે તુરખીયા(માથાનો દુખાવો,મણકા નસ ગાદીની તકલીફ,વાઈ,હીસ્ટરીયા,આંચકી આવવી),શોલ્ડર એન્ડ ઓર્થોપેટીક હાડકાના સર્જન-ડો.પ્રાંજલ પીપારા(ઢીંચણ,ઘુંટણના સાંધાનો દુખાવા,સોલ્ડર નો ઘસારો,હાથ પગના સાંધાના દુખાવાના નિષ્ણાંત),ચામડીના રોગના નિષ્ણાંત-ડો.નેહલબેન પાવરા(ખસ,ખરજવુ,ધાધર જેવા રોગના નિષ્ણાંત)જેવા અમદાવાદ ના નામાંકીત ડોક્ટરોની ટીમ દ્વારા વિના મુલ્યે(ફ્રી)ચોક્કસ નિદાન કરવામાં આવ્યુ હતુ.આ કેમ્પમાં રાણપુરના વિજયભાઈ શેઠ,મુકુંદભાઈ વઢવાણા,ગોવિંદસિંહ ડાભી,પ્રકાસભાઈ સોની,રાજેશભાઈ શાહ,વામનભાઈ સોલંકી,રાજેશભાઈ નારેચણીયા સહીત અનેક સેવાભાવી લોકોએ આ કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.આ કેમ્પ ફ્રી નિદાન કેમ્પ કરવા બદલ રાણપુર પંથકના લોકોએ જતીનભાઈ શેઠ પરીવાર નો આભાર વ્યક્ત કર્યો હતો.

તસવીર-વિપુલ લુહાર, રાણપુર

Previous articleમહુવા મુસ્લિમ સમાજ દવારા અયોધ્યા ચુકાદા ને ઝૂલુસ માં મીઠાઇ ખવરાવી આવકાર
Next articleઈદ નિમિત્તે સર ટી હોસ્પિટલ ખાતે મુસ્લિમ બિરાદરો ફ્રુટ વિતરણ કરાયુ