આલિયા ભટ્ટ હાલના વર્ષ દરમિયાન છવાયેલી હશે

1131

મુંબઇ,તા.૧૨
બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી તરીકે ઉભરી રહેલી આલિયા ભટ્ટ યુવા પેઢીમાં સૌથી લોકપ્રિય સ્ટાર તરીકે બની રહી છે. હાલમાં રજૂ કરવામાં આવેલી તેની તમામ ફિલ્મો તરફ લોકોનુ ધ્યાન ખેંચાયુ છે. જેમાં રાજી, ગુલ્લી બોય, કલંક ફિલ્મનો સમાવેશ થાય છે. આલિયા ભટ્ટ હાલમાં સંજય લીલાની ફિલ્મ ગંગુબાઇમાં કામ કરી રહી છે. સાથે સાથછે તે પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મ સડક-૨માં પણ કામ કરી રહી છે. તેની પાસે નવી નવી ફિલ્મોની ઓફર પણ આવી રહી છે. રણબીર કપુર સાથે હવે લગ્નને લઇને પણ ચર્ચા શરૂ કરી દેવામાં આવી છે. તેની પાસે મોટી સંખ્યામાં ફિલ્મો ઉપરાંત અનેક જાહેરાતમાં પણ કામ કરી રહી છે. તે હાલમાં ચાર ફિલ્મો હાથમાં ધરાવે છે. હાલમાં રણબીર કપુર સાથે ડેટિંગ કરી રહેલી આલિયા ભટ્ટ તમામ નવી ફિલ્મોને લઇને આશાવાદી છે. તેની પાસે અન્ય ઓફર પણ આવી રહી છે. તેનાથી પ્રભાવિત રહેલી યુવા અભિનેત્રીઓમાં અક્સરાનો પણ સમાવેશ થાય છે. તમામ અભિનેત્રી જે હાલમાં બોલિવુડમાં પ્રવેશી છે તે માને છે કે એક અભિનેત્રી તરીકે આલિયા ભટ્ટથી પ્રભાવિત પણ છે. સાથે સાથે તેને તે પડકારરૂપ પણ ગણે છે. નવી અભિનેત્રીઓ માને છે કે સ્ટુડન્ટ ઓફ ધ યર નામની આલિયાની પ્રથમ ફિલ્મથી જ તે તેને ઓળખે છે.
એક અભિનેત્રી તરીકે તે જે રીતે આગેકુચ કરી રહી છે તેના કારણે તે ખુબ ખુશ છે. સાથે સાથે ઓન સ્ક્રીન તે ખુબ ખુબસુરત પણ દેખાય છે.તે જન્મજાત અભિનેત્રી તરીકે છે. વિતેલા વર્ષોના સુપરસ્ટાર અભિનેતા કમલ હાસનની અને સારિકાની પુત્રી ૨૫ વર્ષીય અક્સરા હસને શમિતાભ નામની ફિલ્મ સાથે બોલિવુડ કેરિયરની શરૂઆત કરી હતી. આશાસ્પદ અભિનેત્રી આલિયા ભટ્ટ બોલિવુડમાં નવા કલાકારો સાથે કામ કરી રહી છે.

Previous articleપાગલપંથી કરવા તરત તૈયાર થઇ હતી : ઇલિયાનાનો દાવો
Next articleસોની સબના કલાકારો બાળ દિવસ વિશે શું કહે છે : દેવ જોશી (બાલવીર)