ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફ્રલો સ્કોડ એ ઘરફોડ ચોરીનો ભેદઉકેલી બે ઈસમોને મુદ્દામાલ સહિત ઝડપી લીધા

722

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ તથા એસ.ઓ.જી. પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા પેરોલ ફ્રલો સ્કોડના પો.સબ.ઇન્સ. આર.બી.વાધિયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર વિસ્તારમાં મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો દાઠા પો.સ્ટે. વિસ્તાનરમાં મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાનન બોરડા ગામે આવતા સંયુકત બાતમી હકિકત મળેલ કે, આજથી આશરે અઢી મહિના પહેલા ઉચડી ગામે ચોરી કરેલ બે આરોપીઓ જેમાં એક વ્યક્તિએ વાદળી કલરનો જેમાં સફેદ કેસરી કલરના ફુલડા વાળો શર્ટ તથા ક્રિમ કલરનુ પેન્ટ પહેરેલ છે તથા બીજાએ આછા વાદળી કલરનો જેમાં ક્રિમ કલરના ફુલડા વાળો અને વાદળી કલરનુ સફેદ લીટી વાળુ પેન્ટ પહેરીને બોરડા ગામના બસ સ્ટેન્ડમાં ઉભેલ છે. જે હકીકત આધારે પંચોના માણસો સાથે હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોક્ત હકીકત વાળા ઇસમો મળી આવતા બંન્ને ઇસમોને પૈકી નં. (૧) નું નામ પુછતા દિનેશભાઇ હિરાભાઇ વાઘેલા જાતે- વે.દે.પુ. ઉ.વ.૩૧ ધંધો ખેત મજુરી રહે.મુળ ગામ નાની માળ, તા.પાલીતાણા, હાલ શેત્રુજી ડેમ પાસે, મોમાઇ ધામ સામે, કિરીટસિંહ સરવૈયાની વાડીએ, પાલીતાણા તથા નં (૨) નામ પુછતા મહેશભાઇ ધીરૂભાઇ ચારોલીયા જાતે- વે.દે.પુ. ઉ.વ.૧૯ ધંધો મજુરી રહે.દરેડ, તા.બાબરા જી.અમરેલી વાળો હોવાનું જણાવેલ ઉપરોકત બન્ને ઇસમોની જીણવટ ભરી રીતે તપાસ પુછપરછ કરતા જણાવેલ કે ‘‘આજથી આશરે અઢી મહિના પહેલા ભાદરવીના દિવસે રાત્રીના નવેક વાગ્યે મહેશભાઇ ધીરૂભાઇ ચારોલીયા રહે.દરેડ, તા.બાબરા જી.અમરેલી તથા દિનેશભાઇ હિરાભાઇ વાઘેલા તથા કેશુભાઇ ધારસીભાઇ વાઘેલા રહે. પાલીતાણા ડેમ પાસે તથા ભરતભાઇ ભવાનભાઇ પરમાર રહે.હાથીયાધાર, દે.પુ.વાસ, પાલીતાણા તથા ભારતભાઇ ભરતભાઇ પરમાર રહે.હાથીયાધાર, દે.પુ.વાસ, પાલીતાણા તથા વનરાજભાઇ ભરતભાઇ પરમાર રહે.હાથીયાધાર, દે.પુ.વાસ, પાલીતાણા વાળાઓએ મળીને ઉચડી ગામે જસુભાઇ મુળજીભાઇ મોણપરીયાના મકાનની બારી તોડીને અંદર જઇ કબાટ માંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપીયા ૧,૫૦,૦૦૦/- હતા તે અમોએ ચોરી કરીને લઇ લીધેલ અને ચોરી કરીને લાવેલ ઘરેણા પાલીતાણા ખાતે એક સોનીની દુકાને રૂ.૪૫૦૦૦/- વેચી નાખેલ અને ચોરી કરીને આવેલ રૂપીયા તથા ઘરેણા વેચીને આવેલ રૂપીયા બધાના ભાગે રૂ.૩૨,૫૦૦/- આવેલનુ જણાવતા બંને ઈસમોની અંગ જડતી કરતા (૧) દિનેશભાઇ હિરાભાઇ વાઘેલા રહે.મુળ ગામ નાની માળ, તા.પાલીતાણા, હાલ શેત્રુજી ડેમ પાસે, મોમાઇ ધામ સામે, કિરીટસિંહ સરવૈયાની વાડીએ, પાલીતાણા વાળા પાસેથી ચોરી કરીને લીધેલ રોકડ રૂ.૨૫૦૦૦/- તથા નં.(૨) મહેશભાઇ ધીરૂભાઇ ચારોલીયા જાતે- વે.દે.પુ. ઉ.વ.૧૯ ધંધો મજુરી રહે.દરેડ, તા.બાબરા જી.અમરેલી વાળા પાસેથી ચોરી કરીને લીધેલ રોકડ રૂ.૧૧૦૦૦/- મળી આવતા કૂલ રોકડ રૂ.૩૬૦૦૦/- ને પંચનામાની વિગતે સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે અને મજકુર બન્ને ઇસમોને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ ધોરણસર અટક કરેલ છે. જે અંગે દાઠા પો.સ્ટે. ખાતે ખાત્રી કરતા ઉપરોક્ત ચોરીનો દાઠા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૪૩/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૪૫૭,૩૮૦ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેથી મજકુર બન્ને આરોપીઓને દાઠા પો.સ્ટે. ખાતે આગળની કાર્યવાહી માટે સોપી આપેલ છે.
આ સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં ઇન્ચાર્જ એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા પેરોલ ફ્રલો સ્કોડના પો.સબ.ઇન્સ. આર.બી.વાધિયાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. હે.કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા તથા ડ્રાઇવર પો.કોન્સ. હારીતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleબોરતળાવ પોલીસ દવારા 8 જુગારીઓ ને 10500 ના મુદામાલ સાથે ઝડપી લીધા
Next articleઇલિયાના ડિક્રુઝે બ્રેક અપ સંબંધમાં વિસ્તૃત વાત કરી