રેયાન તેમજ ઇવા મેન્ડેસ ફરી એકબીજાની પાસે છે

0
210

લોસએન્જલસ,તા. ૧૬ લા લા લેન્ડ સ્ટાર અભિનેતા રેયાન ગોસલિંગ અને તેની પાર્ટનર ઇવા મેન્ડેસ વચ્ચે હવે તમામ પ્રકારના મતભેદો દુર થઇ ગયા છે. હાલમાં તેમની વચ્ચે મતભેદો હોવાના હેવાલ આવ્યા હતા. રેયાન અને ઇવા હાલમાં જ લોસએન્જલસમાં નવા આવાસની શોધ કરતા નજરે પડ્યા હતા. સાન મારિનો ખાતે છ બેડરૂમ આવાસની શોધ તેમના દ્વારા કરવામાં આવી રહી છે. હાલમાં અહીં જ છ બેડરૂમ આવાસમાં તેઓ રોકાયા હતા. તેમની સાથે બે પુત્રીઓ પણ હતી. છેલ્લા સાત વર્ષથી તેઓસાથે છે પરંતુ હજુ સુધી લગ્ન કર્યા નથી.
તાજેતરમાં એવા હેવાલ આવ્યા હતા કે તમામ બાબતો યોગ્યરીતે આગળ વધી રહી નથી. ઓસ્કાર એવોર્ડ કાર્યક્રમ વેળાથી જ તેમની વચ્ચે મતભેદો સપાટી પર આવ્યા હતા. રેયાન ગોસલિંગનુ કહેવુ હતુ કે ઇવા મેન્ડેસ તેને કોઇ રીતે મદદ કરી રહી નથી. તેનુ કહેવુ હતુ કે જ્યારે ઓસ્કાર એવોર્ડ કાર્યક્રમમાં તેના સાથની જરૂર હતી ત્યારે ઇવા મેન્ડેસ પહોંચી ન હતી. તેની સાથે રહી ન હતી. તેની સાથે રહેવાના બદલે તે પોતાના નવા ક્લોથિંગ લાઇનના કામમાં લાગેલી હતી. તે રેડ કાર્પેટ પર એકલો પહોંચ્યો હતો. જેથી તે શરમજનક સ્થિતીમાં મુકાઇ ગયોહતો. આના કારણે તે પોતાની બહેન મેન્ડીને લઇને ઓસ્કારમાં પહોંચ્યો હતો. તમામ બાબતો તેમની વચ્ચે સારી બની જાય તેવા પ્રયાસ તેના દ્વારા કરવામાં આવી રહ્યા હતા. રેયાન અને ઇવાની કેમિસ્ટ્રીને હાલમાં ચાહકો જોરદાર ગણી રહ્યા હતા. અભિનેત્રી, ફેશન મોડલ અને સેલિબ્રિટી ઇવા તરફથી રેયાન સાથે સંબંધના મામલે કોઇ ટિપ્પણી હજુ સુધી કરવામાં આવી નથી. રેયાન અને ઇવા ફરી એકવાર સાથે આવતા તેમના ચાહકોને રાહત થઇ છે. તેઓ ખુશ પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here