બોટાદ પોલીસે ડુંડી ગેંગ ઝડપી પાડતા ૯ મોટર સાઇકલની ચોરીનો ભેદ ઉકેલાયો

0
519

બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સુચના અને વિભાગીય પોલીસ અધિકારી રાજદિપસિંહ નકુમના માર્ગદર્શનમાં બોટાદ પો.સ્ટે.માં અનડીટેક્ટ મો.સા. ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા માટે બોટાદ પોલીસ સ્ટેશનના પ્રો. નાયબ પોલીસ અધિક્ષક ડો.જે.જે.ગામીત તથા પો.ઇન્સ. આર.બી.કરમટીયા તથા પોલીસની ટીમે પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી ૯ જેટલા મોટરસાઇક્લ તથા ટ્રેકટર, ટ્રકની બેટરી નંગ- ૮ તથા પાણીની મોટર નંગ-૨ મળી કુલ ૧,૨૭,૧૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી બોટાદ ટાઉન,ગઢડા,લાઠીદડ,પાળીયાદ,સેથળી,સમઢીયાળા નં-૧,ખસ ગામની ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલાયો હતો. પકડાયેલા આરોપીઓ

(૧) અલ્પેશ ઉર્ફે ડુંડી બાબુભાઇ બાવળીયા જાતે-કોળી ઉ.વ.-૨૪ રહે. અળવ,તા.રાણપુર જી.બોટાદ(૨) પ્રવીણ ઉર્ફે પવો ભુપતભાઇ સાકરીયા જાતે –કોળી ઊ.વ.૨૨ રહે. અળવ તા.રાણપુર જી.બોટાદ(૩) વિજયભાઈ રમેશભાઈ લોલાડીયા જાતે- કોળી ઉ.વ.૧૯ રહે‌- બોટાદ,તા.જી.બોટાદ(૪) અરવિંદભાઈ બીજલભાઈ કાલીયા જાતે-કોળી ઊ.વ.૨૨ રહે- અળવ, તા.રાણપુર જી.બોટાદ

ગુન્હા આચરવાની રીત

બાઇક ચોર્યા બાદ માત્ર એક કલાકમાં તમામ બાઇકના સ્પેર પાર્ટ્સ અલગ કરી એન્જીન, ચેસીસ સિવાયના સ્પેર પાર્ટસ અલગ અલગ બાઇકોમાં ફીટ કરી એન્જીન ચેસીસ વાડીમાં સંતાડી દે છે.

 • :કબ્જે કરેલ મુદામાલ:-
  (૧) સ્પેલન્ડર GJ-4-CD-1073
 • (૨) સ્પેલન્ડર GJ-4-CD-1176
 • (૩) સ્પેલન્ડર GJ-33-D-9786
 • (૪) સ્પેલન્ડર GJ-33-D-3298
 • (૫) સ્પેલન્ડર GJ-33-C 9550
 • (૬) સ્પેલન્ડર GJ-04-CG 8663
 • (૭) સ્પેલન્ડર GJ 4 BS 8858
 • (૮) સ્પેલન્ડર ચેસીસ નં.
 • MBLHA10AME……. & 28372
 • (૯) સ્પેલન્ડર એન્જીન નં.05M15M39885
 • (૧૦) ટ્રેકટર ટ્રકની બેટરી નંગ-૮
 • (૧૧) પાણીની મોટર નંગ- ૨
 • આ કામગીરીમાં જોડાયેલા પોલીસ કર્મચારી
 • આ કામગીરીમાં બોટાદ પો.સ્ટે ના હેડ કોન્સ. ભગીરથસિંહ લીંબોલા, હેડ કોન્સ રાજુભાઇ જાદવ, હેડ કોન્સ સંજયભાઇ અલગોતર પો.કોન્સ. તગ્દીરસિંહ પરમાર , પો.કોન્સ. ભાવેશભાઇ શાહ. પો.કોન્સ. ઋષિરાજસિંહ ગોહિલ, પો.કોન્સ રવિરાજસિંહ ડોડીયા, પો.કોન્સ કૌશીકભાઇ જાની, પો.કોન્સ. રાજેશભાઇ ધરજીયા નાઓ જોડાઇ પ્રશંસનિય કામગીરી કરેલ છે.
 • તસવીર-વિપુલ લુહાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here