ઓછી સક્રિય છતાં પ્રિયંકા તેમજ દિપિકા મોંઘી સ્ટારો

0
164

મુંબઇ,તા. ૧૯ પ્રિયંકા ચોપડા અને દિપિકા બોલિવુડમાં હાલમાં ઓછી સક્રિય હોવા છતાં બોલિવુડમાં સૌથી મોંઘી સ્ટાર પૈકી છે. દિપિકા અને પ્રિયંકા બોલિવુડની સાથે સાથે હોલિવુડમાં પણ ધુમ મચાવી રહી છે. પ્રિયંકા ચોપડા હવે સૌથી મોઘી સ્ટાર તરીકે ઉભરી આવી છે. તે દિપિકા કરતા પણ વધારે ફી મેળવી રહી છે. પ્રાપ્ત હેવાલ મુજબ સંજય લીલાની ફિલ્મ પદ્માવ ફિલ્મમાં કામ કરવા માટે દિપિકાએ ૧૨ કરોડ રૂપિયા લીધા હતા. જેની સામે પ્રિયંકા ચોપડા હવે તેના કરતા આગળ નિકળી ગઇ છે. પ્રિયંકા ચોપડાએ ૧૪ કરોડ રૂપિયાની માંગ કરી છે. પ્રિયંકા ચોપડા તેના કરતા વધારે આગળ દેખાઇ રહી છે. દિપિકા અને પ્રિયંકા હવે બોલિવુડની સૌથી વધારે મોંઘી સ્ટાર તરીકે ઉભરી આવી છે. પ્રિયંકા ચોપડા હાલના દિવસોમાં હોલિવુડમાં ખુબ લોકપ્રિય થઇ ચુકી છે. જો કે તે હાલના દિવસોમાં હોલિવુડ સિંગર નિક જોનસ સાથે પોતાના લગ્નના કારણે પણ ચર્ચામાં છે. જે તેના કરતા આશરે ૧૦ વર્ષ નાનો છે. હાલના સમયમાં બન્ને કેટલાક ઇવેન્ટમાં સો નજરે પડ્યા છે. તાજેતરમાં નિકના સંબંધીના લગ્નમાં પણ પ્રિયંકા ચોપડા પહોંચી હતી. જેના કારણે તે ભારતીય મિડિયામાં ખુબ ચર્ચામાં રહી હતી.
લગ્નને લઇને જે ફોટો વાયરલ થયા હતા તેમાં નિક અને પ્રિયંકા ચોપડા એકબીજાની ખુબ નજીક દેખાઇ રહ્યા હતા. બંને એકબીજાની સાથે ખુબ ખુશ પણ દેખાઇ રહ્યા હતા. પ્રિયંકા ચોપડા હાલમાં જ બોલિવુડની કેટલીક ફિલ્મ સાઇન કરી ચુકી છે. જેમાં એતરાજની સિક્વલનો સમાવેશ થાય છે. ઉપરાંત પણતે કેટલાક પ્રોજેક્ટ પર આગળ વધી રહી છે. હાલમાં તે અમેરિકાના ટીવી શો ક્વાન્ટિકોના કારણે ખુબ લોકપ્રિય થઇ ગઇ છે. પ્રિયંકા ચોપડા મહિલાલક્ષી ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. તે અભિનેતાને વધારે પ્રાથમિકતા આપી રહી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here